Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

શ્રીનાથજી સોસાયટી-વિનાયકનગર સહિતનાં અન્‍ય વિસ્‍તારોમાં ડી.આઇ. પાઇપલાઇન નંખાશે

મેયર પ્રદિપ ડવ, કોર્પોરેટર મિતલબેન લાઠિયા, અસ્‍મિતાબેન દેલવાડિયા તથા મગનભાઇ સોરઠિયાના પ્રયત્‍નો સફળ

રાજકોટ,તા. ૧૧: વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર અને મેયર ડો.પ્રદિપ ડવ, મિતલબેન લાઠિયા, અસ્‍મિતાબેન દેલવાડિયા અને મગનભાઈ સોરઠીયાના પ્રયત્‍નોથી વોર્ડ નં.૧૨માં રોડ રસ્‍તા, ડી.આઈ.પાઈપલાઈન તેમજ અન્‍ય વિકાસ કામો મંજુર કરવામાં આવેલ છે. ગઈકાલ તા.૧૦ના રોજ મળેલ સ્‍થાયી સમિતિની મિટિંગમાં વોર્ડ નં.૧૨ શ્રીનાથજી સોસા., વિનાયક નગર અને અન્‍ય વિસ્‍તારોમાં રૂ. ૪.૨૭ કરોડના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈનનું કામ મંજુર કરવામાં આવેલ છે. જે બદલ સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ અને સ્‍થાયી સમિતિના સભ્‍યો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ કામે આશરે ૧૦૦ એમ.એમ.થી ૩૦૦ એમ.એમ.ડાયાની આશરે ૧૬૯૦૦.૦૦ રનિંગ મીટરમાં ડી.આઈ.પાઈપલાઈન નાખવામાં આવશે. તેમજ આ વિસ્‍તારમાં આશરે ૨૦૦૦ હાઉસ કનેક્‍શન આપવામાં આવશે.
આ કામ થવાથી શ્રીનાથજી સોસા.મવડી (પાર્ટ), વિનાયકનગર (પાર્ટ ઈલા લોઢવીયા ક્‍વાટર્સ, જલારામ સોસા., મધુરમ સોસા., ગિરનાર સોસા., ગોપાલ પાર્ક વગેરે વિસ્‍તારોમાં ધીમા પાણીની ફરિયાદનો નિકાલ થશે અને આશરે ૯૦૦૦ જેટલા વિસ્‍તારવાસીઓને આ પ્રોજેક્‍ટનો લાભ મળશે.

 

(3:21 pm IST)