Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કોઠારીયા સોલવન્‍ટ પાસે ફેબ્રીકેશનના કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર સહિત પાંચ પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ પ૦ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧૧ :.. કોઠારીયા સોલવન્‍ટ નારાયણ વે-બ્રીજ પાછળ આવેલા ફેબ્રીકેશનના કારખાનામાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા કારખાનેદાર સહિત પાંચ શખ્‍સોને પકડી લીધા હતાં.
મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્‍ટ નજીક શ્રીજી એસ્‍ટેટ શેડ નં. ૭ માં આવેલા. વી. કે. વાયરનેટ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. રાજદીપસિંહ ગોહીલ, કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલાને મળતા વી. કે. વાયરનેટ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામ કારખાનામાં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા કારખાનાના માલીક વિપુલ ઉકાભાઇ કાનાણી (રહે. યુનિવર્સિટી રોડ પુષ્‍કરધામ સોસાયટી શેરી નં. ર) તથા રાવકી ગામના પિયુષ બાબુભાઇ ફાયરા, મવડી રામધણની પાછળ ઓમ પાર્કના કારખાનેદાર જયેશ ગીરધરભાઇ સોરઠીયા, કોઠારીયા ગામ સ્‍વાતી સોસાયટી, વિપુલ બાવાભાઇ વાડોદરીયા અને મવડી ચોકડી રાજદૂત સોસાયટીના જગો ધીરજલાલભાઇ કપુરીયાને પકડી લઇ રૂા. પ૭ર૦૦ ની રોકડ સહિતની મત્તા સાથે પકડી લીધા હતાં. આ કામગીરી પી. આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. વી. બોરીસાગર, એ. એસ. આઇ. રાજદીપસિંહ, હેડ કોન્‍સ. હરદેવસિંહ, કોન્‍સ કુલદિપસિંહ, શૈલેષભાઇ, અને ધર્મેન્‍દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

 

(3:23 pm IST)