Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કુવાડવા રોડ પટેલ વિહાર પાસે પતિના બાઇક પરથી પડી જતા પત્‍ની શોભનાબેનનુંમોત

ચોટીલાના રેશમીયા ગામે મહિલાના ફઇના દીકરાના લગ્નમાંથી પરત આવતી વખતે બનાવ : પતિ અરવિંદ ગોહેલ સામે ગુનો

રાજકોટ,તા. ૧૧ : કુવાડવા રોડ પર પટેલ વિહાર પરોઠા હાઉસ પાસે પતિના બાઇક પરથી પડી જતા મહિલાનું મોત નિપજ્‍યુ હતું.મળતી વિગત મુજબ ભાવનગર રોડ માજોઠીનગર સામે યુવનરાજનગર મફતીયાપરામાં રહેતા અરવિંદભાઇ ભાદાભાઇ ગોહેલ ગઇ કાલે પત્‍ની શોભનાબેન (ઉવ.૩૧) તેની પુત્રી અંકીતા અને ભાણેજ આર્યન ચારેય બાઇક પર ચોટીલાના રેશમીયા ગામે પત્‍નીના ફઇના દીકરાના લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ કરી ચારેય બાઇક પર પરત આવતા હતા ત્‍યારે કુવાડવા રોડ પર પટેલ વિહાર પરોઠા હાઉસ પાસે પહોંચતા રોડ પર ખાડો આવતા અરવિંદભાઇ તારવવા જતા બેલેન્‍સ ગુમાવતા બાઇક પાછળ બેઠેલા પત્‍ની શોભનાબેન અને બે બાળકો પડી જતા શોભનાબેને માથા તથા શરીરે ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ માં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક શોભનાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્ર છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ પી.જી. રોહડીયા તથા રાઇટર અજયભાઇ નિમાવતે સ્‍થળ પર પહોંચી મૃતક મહિલાના પતિ અરવિંદ ભાદાભાઇ ગોહેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(3:24 pm IST)