Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ન્‍યારીની લાઇનમાં ભંગાણ : બે કલાકમાં રિપેરીંગ : ૪ વોર્ડમાં પાણી વિતરણ મોડુ થયું

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકાના વેસ્‍ટ ઝોનમાં આવેલ ન્‍યારી-૧ ડેમથી - ન્‍યારી-૧ ફીલ્‍ટર પ્‍લાંન્‍ટ સુધી બલ્‍ક વોટર ટ્રાન્‍સમીશન મેઇન ૭૦૦ એમ.એમ. વ્‍યાસની એમ.એસ પાઇપ લાઇન તા.૧૦ના રોજ રાત્રે ન્‍યારી ફીલ્‍ટર પ્‍લાંન્‍ટ સંકુલમા લીકેજ થઇ હતી.

જેની જાણ સંબધીત અધિકારીઓને કરવામાં આવતા ત્‍વરીત કાર્યવાહી થકી આવશ્‍યકસાધન સામગ્રી -મશીન,તથા મેન પાવરની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ અને ૧૧ ક્‍લાકથી ડેમ સાઇટ પરથી પમ્‍પીંગ બંધ કરી લાઇન ખાલી કરી અને રીપેરીંગ કામ વેલ્‍ડીંગ વિગેરે કરી રાત્રીના અંદાજે ૧.૦૦ કલાકથી પમ્‍પીંગ પૂર્વવત શરુ કરવામાં આવેલ.

આ રીપેરીંગ કામે અંદાજે ૨ કલાક પમ્‍પીંગ બંધ રહેવાના કારણસર ન્‍યારી ફીલ્‍ટર પ્‍લાન્‍ટના જી.એસ.આરના લેવલ પ્રભાવિત થવાથી ન્‍યારી ઇ.એસ.આર ખાતેથી પાણી મેળવતા સંબધિત વિસ્‍તાર વોર્ડ નં. ૨(પાર્ટ),  ૭(પાર્ટ), ૮(પાર્ટ),ᅠ૧૦(પાર્ટ)માં પાણી વિતરણ ૧ કલાક મોડુ કરવાની ફરજ પડેલ છે.

(3:24 pm IST)