Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જાગનાથ શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘમાં પૂ.આચાર્ય ભગવંત જિનેશરત્નસૂરિ મહારાજાની પધરામણી ઃ સામૈયુ-પ્રવચન

કાલે જૈન શાસનનો સ્થાપના દિવસ

 

 

રાજકોટ, તા. ૧૧:  શ્રી જાગનાથ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘમાં વીર શાસન સ્થાપનાની ભવ્ય ઉજવણી પ્રસંગે જિનશાસનના આરાધકો, ઉપાસકો દ્વારા ઉજવાશે.

જેમાં કાલે વૈશાખસુદ -૧૧ ગુરૃવાર તા. ૧ર ના પ.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય ભગ. શ્રી જિનેશરત્નસૂરિ મહારાજ આદિ સાધુ-સાધ્વીજી ભગવંતોનું સવારે ૬.૩૦ કલાકે શ્રી આદિનાથ ગૃહ-ચૈત્ર્ય જિનાલય, જીમખાના મેઇન રોડથી સામૈયુ શરૃ થશે.

મહાવીર સ્વામી જિનાલય દર્શન કરી, શ્રી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં પધારશે.

સવારે ૭ થી ૮ શાસન સ્થાપના કેવી રીતે થાય છે, શાસન સ્થાપનાનું મહત્વ શું છે, આપણે અનંતા ઉપકારી શાસન માટે શું યોગદાન આપી શકીએ તેના ઉપર પ્રવચન માધ્યમે પૂ. ગુરૃદેવ સમજાવશે.  સાથે સામુહિક સામાયિકનું આયોજન કરવામાં આવ્યું છે.  સકલ સંઘે પધારવા જાગનાથ સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખની યાદી જણાવે છે.

(3:24 pm IST)