Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કપાસમાં એકધારી તેજીઃ મણના ભાવ રૂા.૨૬૮૧

રાજકોટ, તા., ૧૧: સફેદ સોનુ ગણાતા  કપાસમાં  એકધારી તેજીના પગલે રોજ-બરોજ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે. આજે કપાસ એક મણના ભાવ ર૬૮૧ રૂપીયાની નવી સપાટી બનાવી હતી. 

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૧૪૦૦ કવીન્‍ટલ કપાસની આવક હતી અને કપાસ એક મણના ભાવ ર૦૧૦ થી ર૬૮૧ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. બેસ્‍ટ કવોલીટીનો કપાસ ર૬૮૧ રૂપીયાની સર્વોચ્‍ચ સપાટીએ આજે વેચાયો હતો. ગઇકાલે કપાસ એક મણના ભાવ ૨૬૪૬ રૂપીયા હતા તેમાં ૩પ રૂપીયાના ઉછાળા સાથે ભાવ ર૬૮૧ રૂપીયાની  નવી સપાટીએ પહોંચ્‍યા હતા.

ચાલુ વર્ષે વેશ્વિક લેવલે કપાસની ડીમાન્‍ડ નિકળતા તેમજ ચીનમાં લોકડાઉનના કારણે કપાસની આવકો ઘટતા ચાલુ વર્ષે કપાસના ભાવ આસમાને પહોંચ્‍યા છે. સીઝનની શરૂઆતમાં સૌરાષ્‍ટ્રના મોટાભાગના જરૂરીયાતમંદ  ખેડુતોએ કપાસનો જથ્‍થો વેચી નાખ્‍યો હતો.  ત્‍યાર બાદ છેલ્લા બે મહિનાથી કપાસમાં તેજીનો દોર ચાલુ રહયો છે. આગામી દિવસોમાં કપાસના ભાવમાં હજુ પણ નવી સપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:25 pm IST)