Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલાવો ઃઠાકર

કરોડોની આવક પણ તે રૃપિયા કયાં વપરાય છે તેનો હિસાબ જાહેર કરો

રાજકોટ ઃ અહિની પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલમાં અતિ મહત્વની સમિતિ રોગી કલ્યાણ સમિતિની બેઠક તાત્કાલિક બોલાવવા ભાજપ કાર્યાલય મંત્રી અને સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકરે માંગ કરી છે.

તેઓએ જણાવેલ કે સેોરાષ્ટ્રની મુખ્ય અધતન સુવિધા વાળી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોર્સ્પિટલમાં ગામો ગામથી લોકો દર્દીની બીમારીની સારવાર લેવા આવે છે. જે રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં અતિ મહત્વની સમિતિ રોગી કલ્યાણ સમિતિ જેની તાત્કાલિક બેઠક બોલાવો. જે અંગે સ઼પૂર્ણ વિગત સાથે ગુજરાત રાજયના  આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ સચિવશ્રી શાહમીના હુસેનને પત્રો પાઠવ્યો છે. ઉપરોકત બંને જવાબદાર વ્યકિતને આ તકે પત્ર પાઠવી જણાવેલ કે ૩ થી ૪ વર્ષ થયા રોગી કલ્યાણ સમિતિની બેઠક મળેલ નથી જેની સંપૂર્ણ વિગત સભ્યશ્રીને જાણ બાર છે.

આ સમિતિના તમામ કુલ ૨૨ સભ્યો હોય તેને તેની હાજરીમાં આ બેઠક બોલાવી જરૃરી છે. બીજું ખાસ દારૃ પીનારા માટે અહી જરૃરિયાત મંદ લોકોને તે રોગી કલ્યાણ સમિતિની પહોચ આપી ફંડ ફરજીયાત લેવાય છે. જે સરકારી ધારા ધોરણે મુજબ લેવામાં આવે છે. અન્ય રાજકોટ સવિલ હોસ્પિટલના વિભાગોમાંથી દર્દીઓ પાસે પહોચ આપી ફંડ લેવાય છે. બારે માસ કરોડો રૃપિયાનો ફંડ આપે છે. આટલી મોટી રકમ આવતી હોય તો તેનો હિસાબ પ્રજા સમક્ષ મુકવો જોઇએ અને તે રૃપિયા સિવિલ હોસ્પિટલના વિકાસ માટે જયાં જરૃરિયાત લાગે ત્યા વાપરવા જોઇએ. તેમ જયંત ઠાકરે (મો.૯૮૨૪૮ ૨૬૭૨૮) અંતમાં જણાવ્યુ છે.

(3:29 pm IST)