Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

શુક્રવારે શ્રી શ્રી રવિશંકરજીનો જન્‍મદિનઃ સત્‍સંગ સંધ્‍યા

વિખ્‍યાત ગાયક સચિન લિમાયે અને તેમના દીકરી કાવ્‍યા લિમાયે ભકિતરસ પીરસશે

રાજકોટઃ આગામી તા.૧૩ મે શુક્રવારના શ્રી શ્રી રવિશંકરના શુભ જન્‍મદિવસ પર આર્ટ ઓફ લિવિંગ, રાજકોટ ચેપટર યોજી રહ્યું છે એક સુંદર સંગીતમય સત્‍સંગ સંધ્‍યા જેમાં આંતરરાષ્‍ટ્રીય ગાયક સચિન લીમાયે પોતાનાં મધુરકંઠ થી પ્રસંગની શોભા વધારશે. આ સત્‍સંગ શુક્રવારે રાત્રે ૮ વાગ્‍યે કાલાવડ રોડ, રાજકોટ પર સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મંદિરના પ્રાર્થનાસભા હોલ ખાતે  યોજાવવા આવ્‍યો છે જેમાં સર્વ અનુયાયીઓ અને રસિકો આમંત્રિત  કરવામાં આવ્‍યા હોવાનું યાદીમાં જણાવાયુંછે.

ગુજરાતી ગાયનમાં પ્રખ્‍યાત સચિન લિમાયે ભારતભર તથા આંતરરાષ્‍ટ્રીય મંચ પર છેલ્લા ૨૫ વર્ષ થી પોતાના સંગીતથી શ્રોતાઓના દિલ જીત્‍યા છે. તેઓ ગઝલ, ભકિત ગીત અને નવરાત્રીના ગીતોની વિશાળ શ્રેણીના ગાયક છે. સાથે, એમની સુપુત્રી કાવ્‍યા લિમાયે પણ સંગીત જગતમાં પોતાનું નામ બનાવી રહી છે. તેમણે મલેશિયા, યુએસએ, યુકે, અબુધાબી જેવા આંતરરાષ્‍ટ્રીય દેશોમાં સંગીત કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને ભારતમાં ગૌતમ અદાણી તેમજ આકાશ અંબાણી અને શ્‍લોક અંબાણીના લગ્ન પ્રસંગે પણ પરફોર્મ કર્યું હતું.

આર્ટ ઓફ લીવિંગ, રાજકોટ ચેપ્‍ટર દ્વારા સર્વે સહપરિવાર મિત્રો સાથે પધારવા ગુરૂ સત્‍સંગ અને ધ્‍યાનમા જોડાવવા આમંત્રણ અપાયું છે. આ અંગે વધુ વિગતો માટે મો.૯૪૨૬૦ ૨૮૯૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(

(3:32 pm IST)