Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વૈદવાડીમાંથી બાબુ લાઇમના રૂા. ૧.૮૭ લાખના ડુપ્‍લીકેટ ચુના પાર્સલ સાથે બેની ધરપકડ

સીઆઇડી ક્રાઇમનો કોપી રાઇટ ભંગ સબબ દરોડો

રાજકોટ તા. ૧૧ :.. શહેરના આનંદ બંગલા ચોક પાસે આવેલ વૈદવાડીમાં નકલી બાબુ ચૂનો બનાવતા હોવાની કંપનીના કર્મચારીએ ફરીયાદ કરતા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે દરોડો પાડી ૧.૮૭ લાખના ચુના સાથે બે વ્‍યકતીને ઝડપી લીધા છે. તેની પાસેથી મોબાઇલ, ડુપ્‍લીકેટ ચુની મળી ર લાખની મતા કબ્‍જે કરી માલવિયાનગર પોલીસ હવાલે કરતા કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

કોઠારીયા રોડ પર નીલકંઠ પાર્કમાં રહેતા અને બાબુ લાઇમ પ્રા. લી. નામની કંપનીમાં નોકરી કરતા ભરતભાઇ લાખાભાઇ અલદાણીએ ફરીયાદ નોંધાવતા સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ એસ. એ. પાટીલ સહિતનાં સ્‍ટાફે આનંદ બંગલા ચોક પાસે કારખાનામાં દરોડો પાડી ચીમન લક્ષ્મણભાઇ મળી અને કલ્‍પેશ રમેશભાઇ કાલાવડીયાને ઝડપી લઇ તેની પાસેથી બાલા ચુનાના પેકીંગ ૧.૮૭ લાખ તથા મોબાઇલ મળી કુલ ર લાખની મતા કબ્‍જે કરી ફરીયાદ નોંધવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

આ અગાઉ પણ વિસાવદરમાંથી સીઆઇડી ક્રાઇમે ડુપ્‍લીકેટ બાબુ ચુનાનું રેકેટ પર્દાફાશ કરી સિધ્‍ધી કંપનીને કોપીરાઇટ ભંગ બાબતે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બાબુ લાઇમના ચુનાનું પેકીંગ ખુબ જ ખ્‍યાતિ અને પ્રખ્‍યાત થયેલ હોવાથી બાબુ ચુનાની ખુબ જ ડિમાન્‍ડ છે જેથી અમુક કંપનીઓ બાબુ લાઇમનાં બ્રાન્‍ડની કોપી કરે છે. આ બાબતે હજુ ઘણી કંપની સામે ફરીયાદ કરશે તેવું બાબુ લાઇમનાં અધિકૃત વ્‍યકિત સાથે વાત કરતાં જાણવા મળેલ છે.

(3:41 pm IST)