Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વિલ્‍સન ગ્રુપ આયોજીત સમુહ લગ્નમાં ૯ દંપતિઓના પ્રભુતામાં પગલા

રાજકોટ : શહેરના કરણપરા સ્‍થિત વિલ્‍સન સ્‍પોર્ટસ એન્‍ડ સોશ્‍યલ ગ્રુપ(ભગત ગ્રુપ) દ્વારા નકલંક મંદિર આંબેવપીરની મોટી જગ્‍યા,ફુલવાડી,(પાળ),તા. લોધીકા ખાતે ૯ સર્વજ્ઞાતિય ૯મો સમુહ લગ્નોત્‍સવ  સંપન્ન થયેલ. સમુહ લગ્નોત્‍વમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા.આ તમામ નવયુગલોને કરિયાવરમાં સોનાની ચુંક,ચાંદીના સાંકળા, ચાંદીની ગાય, જુડો,કંદોરો, તેમજ ઘરવખરીની વિવિધ ચીજ- વસ્‍તુઓ અર્પણ  કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, મેયર ડો. પ્રદીપ ડવ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર દેવાંગ માંકડ, નેહલ  શુકલ, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનીલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી  હરેશભાઇ જોષી, તેમજ મીનાબેન પારેખ,જીજ્ઞેશ જોષી સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા વિલ્‍સન સ્‍પોર્ટસ એન્‍ડ સોશ્‍યલ ગ્રુપ (ભગત ગ્રુપ) ના પ્રમુખ રણજીતભાઇ ચાવડીયાના માર્ગદર્શન હેઠળ દિપકભાઇ ભટ્ટ, વિશાલ માંડલીયા,હેમભાઇ ચોેહાણ, જયેન્‍દ્રભાઇ મહેતા, અનિલભાઇ પારેખ, ઉમેશભાઇ ટાંક,ઉમેશભાઇ ધામેચા(જે.પી.), કિરીટભાઇ દાવડા, મુન્નાભાઇ ગોંડલીયા, સંદીપ ચાવડા, ભાગ્‍યેશ શાહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)