Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા : વળતર આપવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૧ : રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના કર્મચારીને ચેક રીટર્ન કેસમા એક વર્ષની સજા અને ચેક મુજબની ૨કમનુ વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.

કેસની વિગતે પરસાણા નગર શેરી નં. ૫ રેફયુજી કોલોની પાસે રાજકોટ ખાતે રહેતા અને રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનમાં નોકરી કરતાં અતુલભાઈ ભીખુભાઈ રાઠોડ દ્વારા માર્કેટીંગ યાર્ડમાં ગોકુલ અનાજ ભંડાર નામથી પેઢી ધરાવતા નિકુંજભાઈ કાંતિલાલ બાબરીયા પાસેથી ઘઉં ખરીદ કરેલ ત્‍યારે આરોપી દ્વારા ફરીયાદી પાસેથી ઘઉં ખરીદ કર્યા હતા. આરોપીએ ફરીયાદી નિકુંજભાઈનુ કાયદેસરનુ લેણુ ચુકવવા આપેલા ચેક રિટર્ન થતા ફરીયાદી નિકુંજભાઈ બાબરીયા દ્વારા એડવોકેટ જયેન્‍દ્ર એચ. ગોંડલીયા મારફત સ્‍પે. નેગો કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ન્‍યાયાધીશ જી.ડી.પડીયા સમક્ષ ચાલી જતા આરોપી અતુલ રાઠોડને ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ માંહેથી રૂા.૧૦ હજાર આરોપીએ ફરીયાદીને ચુકવેલ હોવાથી રૂા.૩,૮,૦૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવવા હુકમ ફ૨માવ્‍યો છે.

 આ કેસમાં ફરિયાદી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્‍દ્ર એચ. ગોંડલીયા, તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી). કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્‍નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારસ શેઠ, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા અને મયુર ગોંડલીયા રોકાયા હતા.

(3:55 pm IST)