Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી.બીલ્ડીંગ પાસે અજાણ્યા વૃધ્ધનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૧ : શહેરની સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી.બીલ્ડીંગ પાસે એક અજાણ્યા વૃધ્ધનું બેભાન હાલતમાં મોત નિપજતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. બીલ્ડીંગ પાસે આશરે ૬૦ વર્ષનો એક અજાણ્યા વૃધ્ધ બેભાન હાલતમાં પડયો હોવાની જાણ થતા તેને સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એસ.ખોખર તથા રાઇટર રામજીભાઇએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી જો કોઇ આ વૃધ્ધના સગા સંબંધેથી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:37 pm IST)