Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સદર બજારમાં પ્રોવિઝન સ્‍ટોરમાં થયેલી ૮પ હજારની ચોરીનો ભેદ ઉકેલાયોઃ એક ઝડપાયો

પ્ર.નગર પોલીસે ગણતરીની કલાકોમાં જ સદર બજારમાં રહેતા શખ્‍સને પકડી પુછપરછ આદરી

રાજકોટ તા. ૧૧ :. શહેરમાં કેટલાક વિસ્‍તારોમાં છેલ્લા ઘણા સમયથી તસ્‍કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્‍યારે પરમ દિવસે સદર બજારમાં આવેલા એક પ્રોવિઝન સ્‍ટોરમાં થયેલી ૮પ હજારની રોકડ ચોરીનો ભેદ ઉકેલી પ્ર.નગર પોલીસે એક શખ્‍સને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલી વેદાંત હોસ્‍પિટલ પાસે આવેલા ઓમ જનરલ સ્‍ટોર નામની દુકાનમાં તસ્‍કરો ત્રાટકયા હતાં. દુકાનના સંચાલક યોગેશભાઇ વનમાળીદાસભાઇ ચૌહાણે પરમ દિવસે રાત્રે નવ વાગ્‍યે દુકાન બંધ કર્યા બાદ સવારે નિત્‍યક્રમ મુજબ ૮ વાગ્‍યે દુકાન ખોલવા આવ્‍યા ત્‍યારે દુકાનના તાળા તુટેલા હતાં. અંદર તપાસ કરતાં દુકાનમાં રાખેલા આશરે ૮૦ થી ૮પ હજારની રોકડ ચોરી થઇ હતી તેમજ તસ્‍કરોએ દુકાનની અંદરથી વેફર-બિસ્‍કીટના પેકેટ પણ તસ્‍કરો ચોરી ગયા હતાં. આ મામલે યોગેશભાઇએ પ્ર.નગર મથકમાં ફરીયાદ નોંધાવતા પી.આઇ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એ. ખોખરા, રાઇટર રામજીભાઇ સહિતના સ્‍ટાફે બનાવ સ્‍થળ પર પહોંચી સીસીટીવી કેમેરામાં દુકાન આસપાસ હલન ચલન દેખાઇ હોઇ જેના આધારે પ્ર.નગર પોલીસે તપાસ દરમ્‍યાન એક શખ્‍સને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે.

(3:57 pm IST)