Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

૧૯મીએ મનપાનું જનરલ બોર્ડઃ ટેકસ-આરોગ્‍ય-સફાઇના પ્રશ્નનો ધોધ

કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા કોમલબેન ભારાઇના ખાનગી શાળા, કોલેજોના ટેકસ, પ્‍લાન, પાર્કિંગ સહિતના પ્રશ્નો પ્રથમ ક્રમાંકેઃ ભાજપના ૧૧ કોર્પોટરોએ રર પ્રશ્નો અને કોંગ્રેસના ર કોર્પોરેટરોએ ૬ પ્રશ્ન તથા અન્‍ય ર સભ્‍યોએ ૪ પ્રશ્ન રજૂ કર્યા

રાજકોટ તા. ૧૧ :.. આગામી તા. ૧૯ ના રોજ મનપાનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાશે.  જેમાં ભાજપના ૧૧, કોંગ્રેસના ર તથા અન્‍યના ર કોર્પોરેટરો સહિત ૩ર પ્રશ્ન રજૂ કરાયા છે. જેમાં સૌપ્રથમ વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર અને કોંગ્રેસમાંથી ‘આપ' માં જોડાયેલ કોમલબેન ભારાઇએ પુછેલા ખાનગી શાળા-કોલેજના ટેકસ, પ્‍લાન અંગેના પ્રશ્નની ચર્ચા થશે.

મનપાનું આગામી તા. ૧૯ મી મેના રોજ મળનાર જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર કોમલબેન ભારાઇના પ્રશ્નની જનરલ બોર્ડનો પ્રારંભ થશે. જેમાં મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ખાનગી શાળા, કોલેજોનું લીસ્‍ટ જેની પાસેની તંત્ર કોર્પોરેશન કેટલો વેરો વસુલે છે. તેમજ તેના પ્‍લાન, મંજૂરી, પાર્કીંગ સહિતના પ્રશ્નો પુછાયા છે.

જયારે બીજા ક્રમાંકે અશ્વિન પાંભરે મનપા હસ્‍તકના અર્બન હેલ્‍થ સેન્‍ટરોનો છેલ્લા ૬ માસમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો છે...?

આ ઉપરાંત વોર્ડ નં. રના કોર્પોરેટર  મનીષ રાડીયાએ મનપા હસ્‍તક આધાર કાર્ડની કુલ કેટલા કીટ કાર્યરત છે...? કયાં કયાં સ્‍થળે હાલ કેટલી કીટ છે...? લોકોની સુવિધા માટે નવી કીટ વસાવવા માટેનું શું આયોજન છે ? તેમજ રેસકોર્સ સ્‍પોર્ટસ સંકુલમાં જુદી જુદી રમતોના કુલ કેટલા સભ્‍યો છે ? એથ્‍લેટિક ગ્રાઉન્‍ડના ઉપયોગનો સમય શું છે ? એ પ્રશ્ન રજૂ કર્યો છે.

જયારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ તથા વોર્ડ નં. ૧પના કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્‍સુન કામગીરીની વિગતો આપવી તેમજ પ્રિમોન્‍સુન એકશન પ્‍લાનની સંપૂર્ણ માહિતી આપવી તથા ડયુરીંગ મોન્‍સુન અને આફટર મોન્‍સુન પ્‍લાનની વિગતો, આયોજનની સવિસ્‍તૃત માહિતગાર કરવા (૦ર) કોરોના મહામારી અન્‍વયે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપવી તેમજ હાલમાં કોરોના મહામારીના કેસ આવી રહ્યા છે ત્‍યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતો, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલી વખત પાણીકાપ કરવામાં આવ્‍યો છે ? અને કયાં કારણે ? તથા શહેરમં છેલ્લા પાંચ વર્ષમાં ગેરંટીવાળા કેટલા રોડ બનાવવામાં આવ્‍યા સહિતના પ્રશ્નો પુછવામાં આવ્‍યા છે. (પ-રપ)

જનરલ બોર્ડમાં કયાં કોર્પોરેટરે કેટલા પ્રશ્નો પુછયા? તેની વિગતો

શ્રીમતી કોમલબેન ભારાઇ    ૧

અશ્વિનભાઇ પાંભર  ૧

સંજયસિંહ રાણા     ર

વિનુભાઇ સોરઠીયા  ર

શ્રીમતી રૂચીતાબેન જોષી     ર

શ્રીમતી દક્ષાબેન વસાણી     ર

ડો. રાજેશ્રીબેન ડોડીયા        ર

નરેન્‍દ્રભાઇ ડવ      ર

મનીષભાઇ રાડીયા ર

કેતનભાઇ પટેલ    ર

વશરામભાઇ સાગઠીયા       ૩

શ્રીમતી ભારતીબેન પાડલીયા        ર

હાર્દિકભાઇ ગોહિલ  ર

શ્રીમતી ભાનુબેન સોરાણી     ૩

મકબુલભાઇ દાઉવાણી        ૩

(૬.૧૯)

પ૭ કોર્પોરેટરો નિરાંતવાળા...એકેય પ્રશ્ન ન પૂછયો

રાજકોટઃ મહાનગરપાલિકાની સામાન્‍ય સભા તા.૧૯મીએ મળનાર છે. જેમાં ભાજપના ૧૧, કોંગ્રેસના ર અને આમ આદમી પાર્ટીના ર સહિત કુલ ૧પ કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછયા છ.ે કુલ ૭ર પૈકી બાકીના પ૭ કોર્પોરેટરોએ એકપણ પ્રશ્ન પૂછયો નથી. તેમની પાસે પ્રજાના હિતમાં પૂછવા લાયક કોઇ પ્રશ્નો નહી હોય અથવા પ્રશ્નો હોય તો પૂછવામાં રસ નહી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.(૬.૧૯)

ગાંધીગ્રામ -આનંદ બંગલા ચોકના નામકરણ સહિતની ૯ દરખાસ્‍તો

રાજકોટઃ આગામી જનરલ બોર્ડમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ , વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં .૧૪૯ પૈકીની જમીનમાં નીમ કરવા, શહેરના વોર્ડ નં .૦૭ માં વિજય પ્‍લોટ શેરી નં .૧૨ માં આવેલ જાહેર યુરિનલ દુર કરવા, વોર્ડ નં. રના વોર્ડ નં .૦૭ માં પ્રહલાદ પ્‍લોટ શેરી નં .૨૧ ના ખુણે આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરના વોર્ડ નં .૦૩ માં ભીચરીનાકા પાસે પમ્‍પીંગ સ્‍ટેશન સામે આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરના વોર્ડ નં.રમાં આવેલ મનુબેન ઢેબરભાઇ સેનેટોરિયમના જુના બિલ્‍ડીંગનો ઇમલો પાડીને કાટમાળ લઇ જવાના તથા જમીનને સમથળ ( લેવલ ) કરવાના, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ રાજકોટના સર્વે નં .૨૧૮ પૈકીની જમીન સમસ્‍ત રાવળ સમાજને સ્‍મશાન / સમાધિ સ્‍થાન માટે ફાળવવા, વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ , વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં .૬ ની જમીન નીમ કરવા, શહેરના વોર્ડ નં .૦૧ માં ગાંધીગ્રામ વિસ્‍તારમાં પુરુષાર્થ સ્‍કુલ , મોચીનગર હોલની બાજુમાં આવેલ ચોકને ‘ગુરુનાનક ચોક' નામકરણ કરવા તથા શહેરના વોર્ડ નં .૧૩ માં આનંદ બંગલા ચોક પાસે આવેલ મેંગો માર્કેટવાળા ચોકને ‘સ્‍વ.રતિભાઈ બોરીચા ચોક' નામકરણ કરવા સહિતની ૯ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.

(4:22 pm IST)