Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકોટમાં કેજરીવાલની જાહેરસભામાં જંગીમેદની: ભાજપે 27 વર્ષ સુધી ગુજરાતમાં લૂંટ ચલાવી: શિક્ષણ સુધારણા માટે એક તક આપો

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કામ કર્યું : દિલ્હી સરકારે વર્ષમાં 50 હજાર લોકોને યાત્રા કરાવી : દિલ્હીની તમામ જનતાને ઈલાજ ફી : સરકારી સ્કૂલનું 99,70 ટકા પરિણામ લાવ્યા : ફી વધારાની વાત કરતી સ્કૂલને ટેક ઓવર કરી

રાજકોટ : આજે સાંજે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેર સભામાં જંગી જનમેદની ઉમટી પડી છે, જનમેદનીને સંબોધતા કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, ભાજપના પ્રદેશ પ્રમુખને સુપર સીએમ ગણાવી અનેક સવાલ ઉઠાવ્યા હતા, કેજરીવાલે આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબ સરકારની સિદ્ધિઓ વર્ણવી ગુજરાત સરકાર પર સવાલ ઉભા કર્યા હતા

કેજરીવાલે કહ્યું કે ભાજપને 27 વર્ષના સાશનથી ગુજરાતની પ્રજા ત્રાસી ગઈ છે ભાજપે 27 વર્ષ સુધી ગુજરાતમાં લૂંટ ચલાવી છે કોઈ પ્રજાકીય કામો કર્યા નથી કેજરીવાલે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારની ઉપલબ્ધીઓ વર્ણવતા કહ્યું હતું કે દિલ્હી સરકારે છેલ્લા એક વર્ષમાં 50 હજાર વડીલોને યાત્રા કરાવી છે દિલ્હીની સરકારી સ્કૂલોની સ્થિતિ અને શિક્ષણના સ્તર ઊંચું લાવવાના દેશમાં પ્રશશા થઇ રહી છે દિલ્હીની સરકારી સ્કૂલનું પરિણામ 97,70 ટકા આવ્યું છે આ વર્ષે દિલ્હીના ચાર લાખ બાળકોએ ખાનગી સ્કૂલોને બદલે સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે

 કેજરીવાલે કહ્યું છે દિલ્હીમાં અમારા શાસનમાં છેલ્લા 7 વર્ષમાં કોઈપણ પ્રકારની ફી વધારો કરાયો નથી જે સ્કૂલોએ ફી વધારો ઈચ્છીઓ છે તે સ્કૂલોને અમે ટેક ઓવર કરી છે કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટીને એક તક આપો અમે ગુજરાતમાં કામ કરશું

કેજરીવાલે વખતો વખત કહ્યું કે મને રાજનીતિ કરતા ફાવતું નથી, મને કામ કરતા આવડે છે અને કામની રાજનીતિ કરવા રાજકારણમાં આવ્યા છીએ

 

(8:06 pm IST)