Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ મેદાનમાં: શહેર પ્રમુખ-પ્રદેશ મહિલા પ્રમુખ સહિત ૨૭ની અટકાયત

આજે સવારે ત્રિકોણબાગ ખાતે ધરણા યોજી, સુત્રોચ્ચારોના પ્લે કાર્ડ પ્રદશિત કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો

 શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારે  ત્રીકોણ બાગ ખાતે પેટોલ - ડિઝલનાં ભાવ વધારા સામે ધરણા યોજતા ૨૭ આગેવાનો, પુર્વ કોર્પોરેટરો, કાર્યકર્તાઓની પોલીસે ટીંગા ટોળી સાથે અટકાયત કરી હતી. તે વખતની તસ્વીર(તસ્વીર-સંદિપ બગથરીયા)  

રાજકોટ,તા. ૧૧: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ભાજપ તેરે એચ્છે દિન,જનતા તેરે બૂરે દિન સહિતના વિવિધ સુત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસે ૨૭ આગેવાનો, પૂર્વ કોર્પોરેટર, કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

પેટ્રોલી -ડીઝલના ભાવ વધારાને લઇને રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ધરણાં પર બેસી ગયા હતા.

સરકાર સામે આગેવાનોઓએ સિલિન્ડર મોંઘુ..મોંઘુ તેલ જુઓ આ છે મોદીનો ખેલ, મોંઘો ગેસ, મોંઘુ તેલ, બંધ કરો લૂંટનો ખેલ ભાજપ તેરે અચ્છે દિન, જનતા તેેરે બુરે દિન સહિતના સુત્રોચ્ચારના પ્લે કાર્ડ પ્રદર્શિત કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા ધરણા યોજતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મ.ન.પા નાં વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી મહેશ રાજપૂત ૨૭ આગેવાનો પૂર્વ કોર્પોરેટર, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

(3:10 pm IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST