Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લાલપરી પાણીના ટાંકા પાછળ પટમાંથી વૃધ્ધની લાશ મળીઃ વાલીવારસની શોધ

હાથમાં માધુ ત્રોફાવેલું: વાલી હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૧: લાલપરી પાણીના ટાંકા પાછળના પટમાંથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધની લાશ મળતાં બી-ડિવીઝનના વિક્રમસિંહ અને કિશનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના જમણા હાથમાં 'માધુ' ત્રોફાવેલુ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:51 am IST)