Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કુવાડવાની ૧૦૮માં જ માલિયાસણની સગર્ભાની નોર્મલ ડિલીવરી કરાવાઇ

દેવદૂત બનનાર ટીમનો પ્રસુતાના પરિવારે આભાર માન્યો

રાજકોટઃ માલિયાસણ ગામે રહેતાં સગર્ભા જમુનાબેન સિધ્ધરાજભાઇ જાદવને પ્રસુતિની પીડા ઉપડતાં કુવાડવા રૂટની ૧૦૮ને કોલ મળતાં જ ગાડી પહોંચી ગઇ હતી અને પ્રસુતાને રાજકોટ હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી. પરંતુ ગ્રીનલેન્ડ ચોકડી નજીક પહોંચતા પીડા વધી ગઇ હતી. ૧૦૮ કોલ સેન્ટરના ડો. વિષ્ણુ પટેલે ટેલિફોનીક માર્ગદર્શન આપતાં ઇએમટી જગદીશ બાવળીયા અને ગ્રીનલેન્ડ ચોકડી રૂટની ૧૦૮ના ઇએમટી કોમલબેન સોનારા દ્વારા સઘન સારવાર આપી ૧૦૮માં જ નોર્મલ ડિલીવરી કરાવાઇ હતી. બામણબદરથછ બાબુલાલ ડાભીના જણાવ્યા મુજબ આ ટીમે બાળક અને માતાને સંપુર્ણ સાનુકુળતા સાથે હોસ્પિટલે પહોંચાડતાં બાળકના પિતા સહિતે ૧૦૮ની ટીમનો આભાર માન્યો હતો.

(11:51 am IST)