Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોઠારીયામાં કિંમતી સરકારી જમીનમાં સુચિત સોસાયટી ઉભી કરી દઇ કૌભાંડઃ એલ. કે રાઠોડ, પી. કે. પટેલ, મનુઆતા સહિતને શોધતી પોલીસ

મામલતદાર કે. એમ. કથીરીયાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૧: લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ વધુ એક ગુનો દાખલ થયો છે. આજીડેમ પોલીસ મથક હેઠળના કોઠારીયા ગામમાં આવેલી સરકારી જમીનમાં ૧૮ શેડ, બે વંડા અને બે ઓરડીઓ બનાવી દબાણ કરી બોગસ દસ્તાવેજો, વેચંચાણ વ્યવહારો કરી કિંમતી સરકારી જમીન ચાંઉ કરી જવા સબબ કોૈભાંડકારો સામે ગુનો દાખલ કરાયો છે.

પોલીસે આ મામલે કુવાડવા રોડ પર વૃંદાવન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૨માં રહેતાં મુળ જુનાગઢના અને હાલ રાજકોટ તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતાં શ્રી કે. એમ. કથીરીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી એલ. કે.  રાઠોડ, પી. કે. પટેલ, મનુ આતા અને તપાસમાં ખુલે તેની સામે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ આઇપીસી  ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘ) અઘિનિયમ-૨૦૨૦ ની કલમ ૪(૧),૪(૨),૫(ગ) મુજબ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ રાજકોટ કોઠારીયા સર્વે નંબર ૩૫૨ પૈકીની સરકારી જમીન આશરે ચોરસ મીટર ૬૦૦૦ માં કુલ ૧૮ શેડ તથા ૨ ઓરડી તથા ૨ વંડા સહીતનું દબાણ કરી જેનું અલગ અલગ વ્યકિતઓને વેંચાણ વ્યવહારો કરી બોગસ દસ્તાવેજો બનાવી જેના ખરા તરીકે ઉપયોગ કરી સરકારની કિંમતી જમીન પચાવી પાડી આર્થીક લાભ મેળવી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે.

મામલતદારશ્રીએ સરકાર તરફે ફરીયાદ જાહેર કરી લખાવ્યું છે કે રાજકોટ કોઠારીયા ગામ સર્વે નંબર ૩૫૨ પૈકીની સરકારી જમીનમાં ગેરકાયદેસર વેંચાણ તથા ભાડે આપનાર ઈસમો સામે પગલા લેવા માટે કલેકટરશ્રી રાજકોટના પત્ર અન્વયે કાયદા હેઠળ રચાયેલ સમીતી સમક્ષ તા. ૨૯/૦૧/૨૦૨૧ની બેઠકમાં પ્રાંત અધિકારી મારફત લેન્ડ ગ્રેબીંગ/કોઠારીયા/રજી. નં. ૧/૨૦૨૧થી સરકાર પક્ષે સુઓમોટો ફરીયાદ રજુ કરેલ છે. જે ફરીયાદમાં જોતા મોજે કોઠારીયા તાલુકો રાજકોટના સર્વે નંબર ૩૫૨ પૈકીની જમીન જે સાંઈબાબા સર્કલ નજીક આવેલ છે તે આશરે ચોરસ મીટર ૬૦૦૦માં કુલ ૧૮ શેડ તથા ૨ ઓરડી તથા ૨ વંડા સહીતનું દબાણ થયેલ.

આ દબાણ તા. ૧૮/૧૨/ ૨૦૨૦ના રોજ પહેલાનુ થયેલ હોય જે દબાણ દૂર કરવાની કાર્યવાહી તા. ૧૮/૧૨/૨૦૨૦ના રોજ કરવામાં આવેલ જે કાર્યવાહી દરમયાન જે વિગતો જાહેર થયા મુજબ સવાલવાળી જમીનમાં ખાનગી સર્વે નંબર ૧૯૫ પૈકીના ઉલ્લેખથી અલગ અલગ વ્યકિતઓ દ્રારા વેચાણ વ્યવહારો કરેલ છે, જે જમીન હકિકતમાં સર્વે નંબર ૩૫૨ પૈકીની હોય અને સરકારી ખરાબાની જમીનની ખરીદ વેચાણમાં અલગ અલગ ઈસમોની સંડોવણી હોવાની વિગતો સાથે પ્રાંત અધિકારીશ્રી રાજકોટ શહેર-૨ દ્રારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘ અધિનિયમ-૨૦૨૦)ની જોગવાઈ મુજબ સરકારશ્રી તરફથી સુઓમોટો કાર્યવાહી માટે દરખાસ્ત મળતા પ્રકરણ ઉપસ્થિત થયેલ છે. તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની કચેરીના તા. ૦૯/૦૩/૨૦૨૧ ના પત્રથી તપાસ અહેવાલ રજુ થયેલ છે. તેઓના અહેવાલ મુજબ પણ આ કામમાં સરકારી જમીનનું ગેરકાયદેસર રીતે સબ પ્લોટીંગ કરી વેંચાણ કરવાનુ કૃત્ય આરોપીઓ પૈકી (૧) એલ. કે. રાઠોડ તથા ( ૨) પી.કે.પટેલ તથા (૩) મનુઆતા નામની વ્યકિત એ સદરહુ જમીનમાં એ.આઈ.એમ.એસ. પાર્ક (સુચીત) નામે સોસાયટી બનાવી અંદાજે ૨૨૬૬ ચોરસ વાર સરકારી જમીનના સબ પ્લોટ બનાવી વેંચાણ કરી આપી ખોટા સર્વે નંબર નાખી જમીનનું વેચાણ કરી નાખેલ હોવાનુ ફલીત થયેલ છે. અને આ કામે આર્થીક લાભ મેળવેલ હોવાનુ જણાયેલ છે, અને લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ કાર્યવાહી થવા અભિપ્રાય રજુ કરેલ છે.

ઉપરોકત બંને કચેરીઓના અહેવાલોની વિસ્તૃત ચર્ચા જીલ્લા સમીતીની તા. ૧૯/૦૩/૨૦૨૧ ની બેઠકમાં કરવામાં આવેલ છે. જેમાં સર્વાનુમતે સામાવાળાઓ વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘ) અધિનિયમ-૨૦૨૦ તેમજ અ ન્ય કાયદા હેઠળ સબંઘીત પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. દાખલ કરવાવાનુ નકકી કરવામાં આવેલ છે. જે મુજબ સર કાર પક્ષે એફ.આઈ.આર. દાખલ કરવા ફરીયાદ રજુ કરવા અમોને અઘિકૃત કરવામાં આવેલ છે. અને આ સાથે અમારી અ સલ ફરીયાદ અરજીના સાનિક કાગળોની નકલ પાના નંબર ૧ થી ૮૯ સુઘીના આ સાથે સામેલ રાખી રજુ કરવામાં આ વેલ છે. જેથી ઉપરોકત જણાવેલ આરોપીઓ તેમજ તપાસમાં ખુલવા પામે તે આરોપીઓ જેઓએ ઉપરોકત સરકારી જમી ન રાજકોટ કોઠારીયાના સર્વે નંબર ૩૫૨ પૈકીની સરકારી જમીનમાં આશરે ૬૦૦૦ ચોરસ મીટરમાં કુલ ૧૮ શેડ  તથા ૨ ઓરડી તથા ૨ વંડા સહીતનું દબાણ કરેલ હોય અને ખાનગી સર્વે નંબર ૧૯૫ પૈકીની ઉલ્લેખ કરી અલગ અલગ વ્યકિતઓ દ્રારા બોગસ વેંચાણ વ્યવહારો કરી સરકારી જમીન પચાવી પાડી જે જમીનનો પોતાના ફાયદા સારૂ ઉપયોગ કરી બોગસ દસ્તાવેજો બનાવી જેના ઠગાઈ કરવાના હેતુથી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારશ્રીની કિંમતી જમીનનું વેચાણ કરી તેમજ શેડ ભાડે આપી મોટો આર્થીક લાભ મેળવેલ હોય જેથી ઉપરોકત જણાવેલ આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે આરોપીઓ વિરૂધ્ધ અમારી ઘોરણસર થવા ફરીયાદ નોંધાવી છે.

પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ જાવેદહુશેન રિઝવીએ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)