Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

શાપરમાં મહારકતદાન કેમ્પ

 આમ આદમી પાર્ટી દ્વારા સીવીલ હોસ્પિટલના લાભાર્થે કોટડા સાંગાણીના શાપર ખાતે મહારકતદાન કેમ્પ યોજવામાં આવેલ. જેમાં ૧૫૧ બોટલ રકત એકત્ર થયેલ. જે થેલેસેમીયાના બાળકોને મળી રહે તે માટે સીવીલ હોસ્પિટલને ૧૧૧ બોટલ અને રેડક્રોસને ૪૦ બોટલ અર્પણ કરવામાં આવેલ. આમ આદમી પાર્ટી તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા વિનય જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦), યોગેશભાઇ વસોયા, કૌશિકભાઇ મકવાણા, નીતેશભાઇ ખુંટ, રાજેશભાઇ કાછડીયા, ભાવેશભાઇ ગઢીયા, તેજશભાઇ ગાજીપરા, રાહુલભાઇ સિંધવ, હાર્દીકભાઇ વૈષ્ણવ, માવાભાઇ ગઢીયા, મિલનભાઇ ખુંટ, સનીભાઇ ખુંટ, ભગાભાઇ, જીગાભાઇ ગઢીયા, ભાવેશભાઇ ગઢીયા, મિલનભાઇ સોજીત્રા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:05 pm IST)