Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મહિલા પોલીસ સ્ટેશનનો નવતર પ્રયોગઃ ઘરેલુ પ્રશ્નોમાં બંને પક્ષનું ઓનલાઇન કાઉન્સેલીંગ

રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઘરેલુ પ્રશ્નો લઇને આવતા અરજદારોનો લગ્ન સંસાર તુટે નહીં અને તેમના બાળકો મા-બાપ વગરના ન થાય તેમજ પરીવાર રૂપી માળો વિખેરાય નહીં તે માટે બંને પક્ષોનું વ્યવસ્થીત, યોગ્ય કાઉન્સેલીંગ કરી ઘરેલુ પ્રશ્નોનું નિરાકરણ લાવી બંને પક્ષોનુ સમાધાન કરાવવાના ઉમદા હેતુથી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ કામગીરી કરે છે. હાલમાં કોરોના જેવી મહામારીને ધ્યાનમાં લઇ કોરોના સંક્રમણ વધતુ અટકાવી શકાય એ માટે જેણે પણ તેમના ઘરેલુ પ્રશ્નોની અરજી કરેલ હોઇ અને સામેવાળા બહારગામ હોઇ તેઓ રૂબરૂ પોલીસ સ્ટેશને આવી શકે તમ ન હોઇ આ અરજદારોના પ્રશ્નો સાંભળવા, કાઉન્સેલીંગ કરવા મહિલા પોલીસ સ્ટેશનની ટીમ સોશિયલ મિડીયાનો સદ્દઉપયોગ કરી ઝૂમ એપ્લીકેશન મારફત અરજદાર અને સાસરિયાઓને એકઠા કરી સમજણ આપે છે અને સકારાત્મક પરિણામ લાવવા પ્રયાસ કરે છે. મહિલા પોલીસનો આ નવતર પ્રયોગને ઉચ્ચ અધિકારીઓએ બીરદાવ્યો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ.ગેડમની સુચના હેઠળ પીઆઇ એસ. આર. પટેલ અને તેમની ટીમો આ કામગીરી કરવામાં આવી રહી છે.

(3:07 pm IST)