Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પીપળીયા હોલ પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ૪૨ હજારના વિદેશી દારૂ સાથે પ્રતિક પકડાયો

ભકિતનગરના ભાવેશભાઇ અને રણજીતસિંહની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૧૧: ગોકુલધામ અંકુર વિદ્યાલય રોડ ગોપાલ પાર્ક-૧માં રહેતાં પ્રતિક ઉર્ફ કાળીયો અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૭)ને પીપળીયા હોલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી રૂ ૪૨ હજારના ૮૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો છે.

 

પ્રતિક ઉર્ફ કાળીયો દારૂના જથ્થા સાથે પાર્કિંગમાં હોવાની બાતમી કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી તેને જથ્થા સાથે પકડી લેવાયો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, કોન્સ. ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, મૈસુરભાઇ, રાજેશભાઇ અને હિતેન્દ્રસિંહે આ કામગીરી કરી હતી. પ્રતિક ઉર્ફ કાળીયો અગાઉ પણ આવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ફોર સેલ ઇન ગોવા ઓન્લીના માર્કાવાળી બોટલો તે કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:08 pm IST)
  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST