Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોરોનામાં અવસાન પામનાર ટ્રાફિક વોર્ડનના પરિવારને ૩ લાખની આર્થિક સહાય કરતી ભકિતનગર પોલીસ

ડીસીપી પ્રવિણકુમાર મીણાએ અંગત રસ દાખવ્યોઃ સદ્દગતના સ્વજનો ગદ્દગદિત થયા

રાજકોટ તા. ૧૧: શહેર પોલીસ તંંત્ર સાથે પોલીસની કામગીરીમાં  ટ્રાફિક વોર્ડન પણ મદદરૂપ થતાં હોય છે. ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતાં વિપુલભાઇ ધનાભાઇ જાડાનું તા. ૨૨/૪/૨૧ના રોજ કોરોનાને કારણે અવસાન થતાં સાથી કર્મચારીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સ્ટાફમાં શોક છવાઇ ગયો હતો. વિપુલભાઇ તેમના પરિવારના એકમાત્ર આધારસ્તંભ હોઇ અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોઇ તેની જાણ થતાં તેમને આર્થિક રીતે મદદરૂપ થવાનો નિર્ણય લેવાયો હતો. ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જે.ડી. ઝાલા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા અને ટીમે અંગત રસ લઇ વિપુલભાઇ જાડાના પરિવારજનોને રૂ ૩ લાખ રોકડની આર્થિક મદદ કરી હતી. સદ્દગતના સ્વજનો પોલીસની આવી મદદરૂપ થવાની ભાવનાથી ગદ્દગતદિત થઇ ગયા હતાં.

(3:13 pm IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST