Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વોંકળામાં પાઇપ લાઇનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા : રજુઆત

રાંદરડા તળાવથી રાજા રામનગર રોડ પરના : પૂર્વ ડે.મેયર મોહનભાઇ સોજીત્રા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧૧ : ચોમાસાના વરસાદ પહેલા શહેરના વોર્ડ નં .૬માં રાંદરડા તળાવથી રાજા રામનગર પ૦, ફુટ રોડ પર વોકળામાં હેવી પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ કરવા તથા સફાઇ કરવા પૂર્વ ડે.મેયર મોહનભાઇ સોજીત્રાએ મ્યુ.કોર્પોરેશને પત્ર પાઠવી રજુઆત કરી છે.

(3:15 pm IST)
  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST