Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબી રોડનાં રેસીડેન્સીમાં રૂ ૯ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નંખાશે : કામનો પ્રારંભ

રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં.૦૪માં રૂ.૮ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટિયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, કંકુબેન કાનાભાઈ ઉધરેજા અને નયનાબેન પેઠડીયા તેમજ વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા અને દિનેશભાઈ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રવિભાઈ ગોહેલ, કિશાન મોરચાના મહામંત્રી રસિકભાઈ પટેલ, તેમજ સ્થાનિક આગેવાન અતુલભાઈ ટોળીયા, ઠાકરશીભાઈ અકબરી, રાજેશભાઈ ભાનુશાલી, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, ધીરૂભાઈ પીપળીયા, હરેશભાઈ લુણાગરીયા, ધર્મેશભાઈ ઢોલરીયા, સતીષભાઈ રૈયાણી, ગીતાબેન પાંભર, જોશનાબેન વેકરીયા, મધુબેન ઠાપલીયા, નિશાબેન ભંડેરી, કિંજલબેન મુંગરા સહીત વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:16 pm IST)