Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મેલેરીયા વિભાગની મીટીંગ યોજતા આરોગ્ય સમિતિ ચેરમેન

મચ્છરજન્ય રોગચાળો અટકાવો

રાજકોટ : મેલેરીયા ડેન્ગ્યું રોગો મચ્છર કરડવાથી ફેલાઇ છે. ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાવાથી મચ્છરનો વધુ ઉપદ્રવ રહે છે.અને મેલેરીયા, ડેન્ગ્યું જેવા રોગો ફેલાવવાની સંભાવના રહે છે.ત્યારે આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની અધ્યક્ષતામાં મેલેરીયા વિભાગના તમામ કર્મચારીઓ મેલેરીયા ઇન્સ્પેકટર, ઇન્સેકટ કલેકટર, સુપીરીયર ફિલ્ડવર્કરની આજે મીટીંગ બોલાવવામાં આવેલ. જેેમાં વાઇસ ચેરમેન દક્ષાબેન વસાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી.રાઠોડ, આર. સી. એચ. ઓ. ડો. ભૂમિબેન કામાણી તથા મેલેરીયા વિભાગના બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ હાજર રહેલ. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે વિવિધ મુદ્ે ચર્ચાઓ કરી સુચના આપવામાં આવી હતી.

(3:55 pm IST)