Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

એરપોર્ટ માટે જમીન સંપાદન માટે હીરાસરનાં ગ્રામજનોને મકાનો ખાલી કરાવતા તંત્ર સામે રોષ

રાજકોટ : હીરાસર એરપોર્ટ માટે હીરાસર ગામમાં બિનજરૂરી જમીન સંપાદનની કામગીરીનાં આક્ષેપો સાથે ગ્રામજનોએ રોષ વ્યકત કરી આ બાબતે કલેકટરશ્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયુ હતું કે જયારે જમીન સંપાદન માટે વાંધા-સુચનની બેઠક યોજાઇ ત્યારે તંત્રએ ખાત્રી આપેલ કે ગામનાં કુવા-તળાવ બધુ યથાવત રહેશે. અને જરૂર પુરતી જ જગ્યા લેવાશે. પરંતુ હવે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ આવી અને એરપોર્ટ માટે ગામનાં કેટલાક મકાન ધારકોને બે દિવસમાં મકાન ખાલી કરવા નોટીસ આપી એટલુ નહી ગામનું તળાવ કુવો વગેરેનો કબ્જો પણ લઇ લેવા જણાવેલ તસ્વીરમાં બેઘર બનેલા ગ્રામજનો ખુલ્લામાં રાવટી નાંખી ઘર-વખરી સાથે જીવન વિતાવી રહેલાં નજરે પડે છે. ત્યારે હીરાસરનાં બેઘર  બનેલા ગ્રામજનોને વળતર આપવા અને જમીન સંપાદનમાં ન્યાયી કાર્યવાહી કરવા ૧પ થી વધુ ગ્રામજનોએ રજૂઆત કરી છે.

(3:55 pm IST)