Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસીકરણને જબરી સફળતા તમામ સ્થળો હાઉસફુલઃ દરેક સ્થળે પ૦-પ૦ ડોઝ મોકલાયા

કલેકટરની સુચના બાદ જીલ્લા ઉદ્યોગ અધીકારી મોરી તથા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી : હડમતાળા-પીપળીયા-પડવલા-શાપર સહિતના ક્ષેત્રોમાં મજુરોને ધડાધડ રસી અપાઇ

રાજકોટ તા. ૧૧: જીલ્લા કલેકટર શ્રી રેમ્યામોહને ગઇકાલે ૧ મહિનામાં ૭પ હજારથી વધુ મજુરો-શ્રમીકોને રસી આપવા અંગે વિગતો આપી હતી, અને તેમાં ૮ જેટલા રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રના ૮ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવરી લેવા સુચના આપી હતી, અને આ માટે જીલ્લા ઉદ્યોગ અધીકારી શ્રી મોરીનેનોડલ ઓફીસર તરીકે કામગીરી સોંપી હતી.આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજથી શરૂ થયેલ રસી કરણને જબરી સફળતા મળી છે, તમામ સ્થળ ફલોટ હાઉસકુલ બની જતા દરેક સ્થળે પ૦-પ૦ જેટલા વધુ વેકસીન ડોઝ મોકલવા પડયાનું જીલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી મોરીએ જણાવ્યું હતું.જયાં રસી કરણ કેમ્પ થયા તેમાં હડમતાળા ઇન્સ્ટ્રીયલ એસો.(ભરૂડી પાસે), તીર્થએગ્રો ટેકનો પ્રા.લી પમરૂડી, રવી ટેકનોફોર્જ પ્રા.લી. પીપળીયા, સુનવવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમીશન પ્રા.લી.,પીપળીયા, પેલીકેન બાથવેર પ્રા.લી. પાર્વતી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, શાઇનીંગ એન્જીનીયર્સ એન્ડ ફાઉન્ડર્સ પ્રા.લી. શાપરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોઠડા, શકિતમાન વિસ્તારમાં પણ રસી અપાયાનું અને બપોરબાદ ચાલુ રખાશે તેમ શ્રી મોરીએ ઉમેયું હતું કુલ ૧૭૦૦ ને રસી અપાઇ

(3:57 pm IST)