Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કપાસીયા તેલમાં ડબ્બે ર૦ રૂા.નો ઘટાડો

રાજકોટ તા. ૧૧: ખાદ્યતેલોમાં કપાસીયા તેલમાં આજે ડબ્બે ર૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો.

વાયદા બજારમાં કપાસીયા તેલમાં મંદી અને સરકાર ડયુટી ઘટાડશે તેવા અહેવાલે સ્થાનીક બજારમાં કપાસીયા તેલમાં ર૦ રૂા.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૮૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૩૬૦ રૂા. થઇ ગયા હતા જયારે કપાસીયા ટીનના ભાવ ર૩૦૦ થી ર૩ર૦ રૂા. હતા તે ઘટીને રર૮૦ થી ર૩૦૦ રૂા. થઇ ગયા હતા. બપોર સુધીમાં અન્ય ખાદ્યતેલોમાં કોઇ વધ-ઘટ ન હતી. કપાસીયા તેલમાં હજુ પણ ભાવો ઘટશે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(3:59 pm IST)