Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વિદેશમાં અભ્‍યાસ કરવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓ માટે કાલે ઈન્‍ટરનેશનલ એજયુ. એકસ્‍પો

રાજકોટઃ એજયુકેશન અને સ્‍ટડી એબ્રોડના ક્ષેત્રમાં છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત યુનિકનેકટ અને વ્‍હુ એમ આઈ દ્વારા ઈન્‍ટરનેશનલ એજયુકેશન એકસ્‍પો-૨૦૨૨નું આયોજન થયું છે. જેમાં યુએસએ, કેનેડા, યુ.કે. અને ઓસ્‍ટ્રેલિયા જેવા દેશોની શ્રેષ્‍ઠ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ રૂબરૂ મળશે અને જેમને વિદેશમાં અભ્‍યાસ કરવા જવું છે તેમને સંપૂર્ણ માર્ગદર્શન આપશે.ધોરણ-૧૧, ૧૨ તેમજ કોલેજના અથવા કોલેજ પૂરી કરી હોય તેવા વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે આ એકસ્‍પો મુલાકાત લઈ શકે છે. વિદેશમાં અભ્‍યાસ કરવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓને કેવી રીતે યુનિવર્સિટી/ કોલેજ પસંદ કરવી, કયા દેશમાં આગળની શકયતાઓ સારી છે? કયાં ભણવાનો ખર્ચ શું થાય? તૈયારી કેવી રીતે કરવી વિ.માહિતી તજજ્ઞો દ્વારા અપાશે.

આ એકસ્‍પો હોટલ આર.પી.જે. ખાતે તા.૧૨ રવિવારે સવારે ૧૦ થી લઈ સાંજે ૫ સુધી યોજાએલ છે. વધુ વિગતો માટે મો.૯૦૯૯૨ ૯૭૮૩૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:41 am IST)