Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ચલન મેં રહેંગે, પર પ્રભાવીત નહીં રહેંગે... અડવાણી ઔર જોષી કી તરહ...: કવિ કુમાર વિશ્વાસે જમાવટ કરી

રેસકોર્ષ મેદાનમાં આજે રાત્રે સંગીત સંધ્‍યા- કાલે હસાયરોઃ જાહેર જનતાને આમંત્રણઃ આજે રાત્રે ૯ વાગ્‍યે રેસકોર્સમાં જ મ્‍યુઝીકલ મેલોઝ પ્રસ્‍તુત સંગીત સંધ્‍યા યોજાશેઃ રાજુ ત્રિવેદી પ્રસ્‍તુત આ સંગીત સંધ્‍યામાં ગોવિંદ મિશ્રા (મુંબઈ), નાનું ગુર્જર (મુંબઈ), રૈના લહેરી (મુંબઈ) મનીષા કરન્‍ડીકર (મુંબઈ) અને નફીસ આનંદ (અમદાવાદ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે : જયારે તા. ૧૨મીને રાત્રે ૯ વાગ્‍યે હસાયરો યોજાશેઃ આ હસાયરામાં -માયાભાઈ આહીર, ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશેઃ વિનામૂલ્‍યે આયોજીત કાર્યક્રમને માણવા સરગમ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે

રાજકોટઃ સરગમ કલબ દ્વારા યોજાયેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમ અંતર્ગત રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં ગઇરાત્રે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન કાવ્‍ય કળશ યોજાયું હતું. વિશ્વવિખ્‍યાત હિન્‍દી કવિ કુમાર વિશ્વાસ સહિતના કવિએ જુદી જુદી રચનાઓ દ્વારા રાજકોટવાસીઓ નું મન મોહી લીધું હતું. આ કવિઓએ રાજકીય અને સામાજિક વ્‍યંગ બાણો રજૂ કરીને ખુબ જ હસાવ્‍યા હતા.
પ્રખ્‍યાત કવિ કુમાર વિશ્વાસે ગુજરાતીઓના અને તેના કલ્‍ચરના ખુબ જ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે અને તે જ્‍યાં ગયા છે ત્‍યાં પોતાનું કલ્‍ચર  અને પોતાનું ભોજન ભૂલ્‍યા નથી. તેમણે ગુજરાતીઓની ખાસિયતો પણ વ્‍યંગાત્‍મક રીતે રજૂ કરી હતી અને લોકોને હસાવ્‍યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ રદ કરી તે સંદર્ભે વ્‍યંગ કરતા કુમાર વિશ્વાસે કહ્યું હતું કે આજે ૫૦૦ની નોટ ચલણમાં તો છે પરંતુ તેનો પ્રભાવ નથી. ચલન મેં તો રહેંગે પર પ્રભાવિત નહી રહેંગે, અડવાની ઓર જોષી કી તરહ. તેમણે ઇસ અધુરી જવાની કા કયા ફાયદા એમ કહીને રાહુલ ગાંધી ઉપર પણ વ્‍યંગ કર્યો હતો.
આ કવિ સંમેલનમાં પ્રખ્‍યાત કવિ પદ્મશ્રી સુરેન્‍દ્ર દુબેએ પણ જમાવટ કરી હતી. આ સિવાય નોઈડાથી આવેલા યુવાન કવિ કુશલ કુશવાહાએ પણ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી,રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર હાસ્‍યાત્‍મક વ્‍યંગ કર્યા હતા. મથુરાથી આવેલા કવિ શ્‍લેષ ગૌતમ, મુજફ્‌ફરનગરના કવિયત્રી ખુશ્‍બુ શર્મા અને અલાહાબાદના મનવીર મધુરે પણ હાસ્‍ય મિશ્રિત રચનાઓ રજૂ કરીને કવિસંમેલન ને ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ કવિ સંમેલન ને માણવા માટે કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા, રાજ્‍યના પ્રવાસન મંત્રી અરવિંદભાઈ  રૈયાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર પ્રદીપભાઈ ડવ , શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, પૂર્વ મેયર ઉદયભાઈ  કાનગડ, ભુપતભાઈ બોદર, રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, રેલવેના ઉચ્‍ચ અધિકારી અભિનવ જૈન ચેરીટી કમિશનર શ્રી જોશી, મુકેશભાઈ શેઠ, હરેશભાઈ લાખાણી, સ્‍મીતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ બેનાણી, મનીષભાઈ માંદેકા, નાથાભાઈ કાલરીયા, નીરંજભાઈ આર્ય, પ્રભુદાસભાઈ પારેખ, અશોકભાઈ ઝીઝ્‍વાડિયા, અશોકભાઈ સોની, શિવલાલભાઈ આદ્રોજા, સુરેન્‍દ્રસિંહ વાળા, રમણીકભાઈ જસાણી, ડી.વી. મહેતા, કિશોરભાઈ રાઠોડ, દિનેશભાઈ અમળતિયા, ડો.અમિતભાઈ હપાણી, ડો. એમ.વી. વેકરિયા, યુવક સેવા શ્રી વાઘેલા, મનનભાઈ દાણી, મીતેનભાઈ મહેતા, નીલુબેન મહેતા, જસુમતીબેન વસાણી,  વગેરે  ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અલ્‍કાબેન ધામેચાએ કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, યોગેશભાઈ પૂજારા, મનીષભાઈ માંડેકા, જગદીશભાઈ ડોબરિયા, હરેશભાઈ લાખાણી, જીતુભાઈ બેનાણી, મયુરધ્‍વજસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહન પનારા, , નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, અનવર ઠેબા, જગદીશભાઈ કિયારા, ઘનશ્‍યામભાઈ પરસાણા,  જહેમત ઉઠાવી રહ્યા છે

 

(2:34 pm IST)