Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

બાળમજૂરની પ્રથા એક કલંક

તા.૧૨ જુનઃ વિશ્વ બાળમજૂર દિન

તા.૧૨ જુનને વિશ્વ બાળમજૂર દિન (World Child Labour Day) તરીકે મનાવવામાં આવે છે. બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા,૧૯૮૬ હેઠળ જેણે ૧૪ વર્ષની ઉંમર પૂરી નથી. તેવી કામમાં રોકવામાં આવતી વ્‍યકિત બાળમજૂર કહેવાય. આ કાડા પ્રમાણે બાળમજૂરીએ ગુનો છે. જેમાં બાળકને કામે રાખનાર વ્‍યકિત/માલિક ગુનેગાર છે. કેમકે તે ભણવા -રમવાના દિવસોમાં બાળકને કામે રાખીને બાળમજૂર બનાવે છે. બાળકને ભણવા માટેની પૂરતી તકો આપવાની જવાબદારી સરકારની અને સમાજની છે.બાળકના સહજ વિકાસને અટકાવનાર અને શોષણ કરનાર બાળમજૂરની પ્રથા સામાજિક કલંક છે. તેને મિટાવવા માટે કાયદા ઉપરાંત સમાજના સહકાર અને જાગળતિની અનિવાર્ય જરૂર છે.
ભારતીય સંસ્‍કળતિમાં બાળકને ભગવાનનું સ્‍વરૂપ માનવામાં આવે છે,સમાજનો દરેક બાળક આપના બાળકને જેટલો પ્રેમ અને લાગણી આપીએ, તેટલાજ પ્રેમ અને લાગણીના અધિકારીછે. આપણાં બંધારણમાં અનુચ્‍છેદ ર૩,૨૪માં કોઈપણ જાતના ભેદભાવ વગર બાળકોના અધિકારોની સુરક્ષા કરવાની જરૂરિયાત સ્‍વીકારવામાં આવી છે. બાળકના મૂળભૂત અધિકારો (૧) જીવન જીવવાનો અધિકાર (૨) વિકાસનો અધિકાર(૩) શોષણ સામે રક્ષણનો અધિકાર (૪) સહભાગિતાનો અધિકાર. આ મૂળભૂત અધિકારોથી લાખો બાળકો વંચિત છે.બાળમજૂરી અંગેની ફરિયાદ નાયબ શ્રમ આયુકત, તાલુકા કક્ષાના શ્રમ અધિકારી,ગુમાસ્‍તા ધારા હેઠળના નિરીક્ષકો, કલેક્‍ટરશ્રીના ટાસ્‍ક ફોર્સ વગેરે સમક્ષ થઈ શકે છે.
બાળ અધિકાર સમૂહ ગુજરાત(CRCG)એ બાળકોના અધિકારો, બાળવિકાસ, બાળમજૂરી નાબૂદી ક્ષેત્રે કાર્યરત સ્‍વૈચ્‍છિક સંસ્‍થા છે. જે શાળા-કોલેજમાં નિઃશુલ્‍ક ધોરણે બાળઅધિકારો અંગેના સેમિનારનું આયોજન કરે છે. તેમજ બાળમજૂરી અંગેની કાનૂની જોગવાઇઓના સાહિત્‍યપ્રકાશન દ્વારા લોકજાગૃતિનું કાર્ય કરે છે. બાળમજૂરી નાબૂદી  માટે RTEનો ૧૦૦ ટકા અમલ થાય, દરેક બાળક શાળામાં હોય તથા બાળમજૂરી જેવા નાજુક મુદ્દા અંગે સમાજમાં સંવેદનશીલતા આવે તો ચોકકસ બાળમજૂરી નાબૂદ થાય અને ૧૦૦ટકા સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.
તા.૧૨ જુનને વિશ્વ બાળમજૂર દિને સર્વે શિક્ષિતજનો, પ્રબુદ્ધ નાગરિકોને બાળમજૂરી નાબૂદી અભિયાનમાં સહભાગી થવા બાળઅધિકાર સમૂહ ગુજરાત(Child Right Collective Gujarat) દ્વારા  અનુરોધ થયો છે. આપણાં બાળક માટે જેવુ વિચારીએ, તેવું જ દરેક બાળક માટે વિચારીએ. જે કામ આપના બાળક માટે ખરાબ, તે કોઈ પણ બાળક માટે ખરાબ.

ડો.કૃષ્‍ણકુમાર મહેતા,
રાજકોટ જિલ્લા સહકન્‍વીનર,
બાળ અધિકાર સમૂહ ગુજરાત, મો.૯૮૯૮૩ ૧૮૨૮૬

 

(2:38 pm IST)