Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર રવિરાજ સરવૈયા પકડાયો

એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના કોન્‍સ. મહમદઆરીફ અંસારીની બાતમી પરથી માર્કેટ યાર્ડ નજીક હુડકો પાસેથી પકડી લેવાયો

રાજકોટ તા. ૧૧: અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર સાગરનગર-૫માં રહેતો અને હાલ માર્કેટ યાર્ડ પાછળ હુડકો કવાર્ટર શેરી નં. ૪માં રહેતો રવિરાજ ગોરધનભાઇ સરવૈયા (ઉ.૨૧) તેના ઘર પાસે આવ્‍યો હોવાની બાતમી મળતાં એન્‍ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટની ટીમે પકડી લીધો હતો.

બે વર્ષ પહેલા રવિરાજ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસમાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડીજઇ અપહરણ કરવાનો ગુનો નોંધાયો હતો. ત્‍યારથી તે સતત ફરાર હતો. આ શખ્‍સ તેના ઘર તરફ આવ્‍યો હોવાની બાતમી કોન્‍સ. મહમદઆરીફ અંસારીને મળતાં તેને પકડી લેવાયો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના હેઠળ પીઆઇ એસ.આર. પટેલ, એએસઆઇ હરપાલસિ઼હ ઝાલા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, હેડકોન્‍સ. હરસુખભાઇ વાછાણી, ધીરેનભાઇ ગઢવી, કોન્‍સ. મહમદઆરીફ અંસારી અને ટીમે આ કામગીરી કરી હતી.

(3:27 pm IST)