Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજકોટ જિલ્લા પંચાયતમાં હવેથી દર સોમવારે ‘સંકલિત' લોક દરબાર પંચાયત હંમેશા ગ્રામીણ લોકોની પડખે : ભૂપત બોદર

રાજકોટ, તા. ૧૧ :  ભારતીય જનતા પાર્ટી શાસીત જિલ્લા પંચાયતના હોદેદારો દ્વારા હંમેશા રાજકોટ જીલ્લાના ગ્રામવાસીઓનું જીવનધોરણ સુવિધાસભર બને અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં કાર્ય કરી વિકાસને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે અને ‘ગામ મજબૂત તો દેશ મજબૂત'ના સુત્રને સાકાર કરવા કામગીરી કરવામાં આવી છે તેમ પ્રમુખ ભૂપત બોદર જણાવે છે.

દર સોમવારે સવારે ૧૧ થી ૧ર દરમ્‍યાન રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ભૂપત બોદર, ઉપપ્રમુખ સવીતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષના વીરલ પનારા, દંડક અલ્‍પાબેન મુકેશભાઇ ભોગડીયા સહિતના તમામ હોદ્દેદારો (સમિતિ ચેરમેન) પ્રજાના પ્રશ્નો સાથે બેસી સાંભળશે અને પ્રશ્નોનો ત્‍વરીત નિકાલ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવશે. તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારની પ્રજા સરપંચો, આગેવાનો સીધો સંપર્કક રી પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે અને પ્રશ્નોનો નિકાલ સૌ સાથે મળીને લાવે તેવા વહીવટની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને સરળ બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

(3:25 pm IST)