Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રૂા.ર૦ લાખ ૩૮ હજારના ચેક રિટર્ન કેસમાં સાઇનેક્ષ પોલીમર્સ પેઢીના ભાગીદારો સામે ફરીયાદ

રાજકોટ તા.૧૧ : રાજકોટ જીલ્લાના શાપર વેરાવળ મુકામે ધંધો કરતા સાઇનેક્ષ પોલીમર્સ ભાગીદારી પેઢીના ભાગીદારો ઇલાબેન કનેરીયા તથા કલ્‍પેશભાઇ કનેરીયા વિરૂધ્‍ધ રાજકોટમાં રાજકોટ જામનગર હાઇવે મુરલીધર હોટલ પાછળ, નારણકા પડધરી મુકામે ગ્રીનટેક એગ્રો પોલીસર્મના નામે ધંધો કરતી પેઢીના ભાગીદાર રસીકભાઇ અવચરભાઇ વૈષ્‍ણવે રાજકોટની અદાલતમાં આરોપીએ ખરીદ કરેલ માલની રકમ ચુકવવા આપેલ રકમ રૂા.ર૦,૩૮,૯૧પનો ચેક રિટર્ન થતાં ફરિયાદ દાખલ કરતા રાજકોટના એડી.ચીફ. જયુડી. મેજી.એ. સાઇનેક્ષ પોલીમર્સ ભાગીદાર પેઢી તથા તેના બંને ભાગીદારો ઇલાબેન કનેરીયા તથા કલ્‍પેશભાઇ કનેરીયા વિરૂધ્‍ધ અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, રાજકોટ જામનગર હાઇવે મુરલીધર હોટલ પાછળ, નારણકા, પડધરી મુકામે  ગ્રીનટેક એગ્રો પોલીમર્સના નામે ધંધો કરતી પેઢીના ભાગીદાર રસીકભાઇ અવચરભાઇ વૈષ્‍ણવએ રાજકોટ જીલ્લાના શાપર વેરાવળ મુકામે ધંધો કરતા સાઇનેક્ષ પોલીમર્સ ભાગીદાર પેઢીના ભાગીદારો ઇલાબેન કનેરીયા તથા કલ્‍પેશભાઇ કનેરીયા વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં એ મતલબની  ફરીયાદ નોંધાવેલ છે.

આરોપીઓએ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્‍યાને લઇ આરોપીઓ સાઇનેક્ષ પોલીમર્સ તથા  તેના ભાગીદાર ઇલાબેન કનેરીયા તથા કલ્‍પેશભાઇ કનેરીયાનાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી રસીકભાઇ વૈષ્‍ણવ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(4:56 pm IST)