Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

શહેર પોલીસના પાંચ સ્‍થળે દરોડાઃ ભીમ અગિયાર નિમીતે પત્તા ટીચવા બેસી ગયેલા ૩૯ પકડાયા

એલસીબી ઝોન-૧નો પેડક રોડ પર, માલવીયાનગર પોલીસનો આંબેડકરનગરમાં, ગાંધીગ્રામ પોલીસનો નાગેશ્વરમાં, યુનિવર્સિટી પોલીસનો વાજડીગઢમાં અને કુવાડવા પોલીસનો બેડીગામે દરોડો

એલસીબી ઝોન-૧નો પેડક રોડ પર, માલવીયાનગર પોલીસનો આંબેડકરનગરમાં, ગાંધીગ્રામ પોલીસનો નાગેશ્વરમાં, યુનિવર્સિટી પોલીસનો વાજડીગઢમાં અને કુવાડવા પોલીસનો બેડીગામે દરોડો

રાજકોટ તા. ૧૧: ભીમ અગિયારસ પર્વ નિમીતે જૂગારના શોખીનો ઠેર ઠેર પત્તા ટીચવા બેસી ગયા હતાં. માલવીયાનગર, એલસીબી ઝોન-૧ ટીમ, ગાંધીગ્રામ, યુનિવર્સિટી અને કુવાડવા રોડ પોલીસે પાંચ સ્‍થળ દરોડા પાડી ૩૯ શખ્‍સોને પકડી લઇ રૂા. ૧,૩૯,૩૪૦ની રોકડ કબ્‍જે કરી હતી.

એલસીબી-૧ ટીમનો દરોડો

પેડક રોડ પર શક્‍તિ સોસાયટી-૨માં અમર ઇમિટેશન નામની દૂકાનમાં જૂગાર રમાતો હોવાની બાતમી કોન્‍સ. સત્‍યજીતસિંહ અને દિવ્‍યરાજસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી કુવાડવા રોડના નિતેશ ગોબરભાઇ વાસાણી, શિવશક્‍તિ સોસાયટીના રાજેશ ગોવિંદભાઇ વોરા, રાધેશ્‍યામ સોસાયટીના જીજ્ઞેશ બાબુભાઇ વઘાસીયા, હાર્દિક બાબુભાઇ વઘાસીયા, પ્રિયદર્શનના મુકેશ મુળજીભાઇ ચોવટીયા, ત્રંબાના હિતેષ રમેશભાઇ વઘાસીયા, હાપાણી પાર્કના ભરત વલ્લભભાઇ ચોથાણી, અક્ષર પાર્કના વિપુલ દામજીભાઇ કપુરીયા તથા ભવનાથ સોસાયટીના જગદીશ ધીરૂભાઇ વાસાણીને પકડી લઇ રોકડા રૂા. ૬૫૯૦૦ તથા ગંજીપાના કબ્‍જે લીધા હતાં. ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાની એલસીબી ટીમના પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, સામતભાઇ ગઢવી, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભા ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

માલવીયાનગર પોલીસનો દરોડો

બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૩માં જાહેરમાં જૂગાર રમાતો હોવાની માહિતી પરથી દરોડો પાડી આ વિસ્‍તારના રમેશ રાઘવભાઇ ચુડાસમા, કિશોર બચુભાઇ રાઠોડ, યોગેશ અરજણભાઇ બેડવા, ખીમજી મંગાભાઇ સોલંકી, યુનુસ પુનાભાઇ સંધી અને રાજેશ બચુભાઇ રાઠોડને પકડી લઇ રૂા. ૧૧૩૦૦ રોકડા કબ્‍જે કર્યા હતાં. પકડાયેલાઓમાં રમેશ, યોગેશ અને રાજેશ અગાઉ પણ જૂગારના કેસમાં પકડાયા હતાં. જેમાં રાજેશ દારૂના ગુનામાં પણ સંડોવાયો હતો. પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ, દિગપાલભાઇ, અજયભાઇ, હિરેનભાઇ, કુલદિપસિંહ, ભાવેશભાઇ, અંકિતભાઇ,  હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

ગાંધીગ્રામ પોલીસનો દરોડો

જ્‍યારે ત્રીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે નાગેશ્વર એરિયા સુમિતી એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૫૦૧માં દરોડો પાડી આ ફલેટમાં રહેતાં હરિશ વશરામભાઇ પરમાર, તેમજ અન્‍ય બ્‍લોકના રહેવાસીઓ યશ રમેશભાઇ વાઘેલા, કિશન રમેશભાઇ પરમાર, સાગર ગોપાલભાઇ વાજા, અનિલ હરસુખભાઇ બાબરીયા, વિપુલ વિનોદભાઇ વાજા અને મનસુખ ચંદુભાઇ ગોહેલને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૧૧૯૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, ખોડુભા, સલિમભાઇ, શક્‍તિસિંહ, શબ્‍બીરભાઇ, ગોપાલભાઇ, અર્જુનભાઇ, ભરતભાઇ, કનુભાઇ સહિતે આ દરોડો પાડયો હતો.

યુનિવર્સિટી પોલીસનો દરોડો

ચોથા દરોડામાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પરના વાજડી ગઢ ગામે હેડકોન્‍સ. યુવરાજસિંહ ઝાલા, બલભદ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ગોહિલની બાતમી પરથી જુની પ્રાથમિક શાળાની સામે રમેશ જીવણભાઇ જીજુવાડીયાના મકાનમાં દરોડો પાડી તેને તથા રાજકોટ વૈશાલીનગરના ભીમજી મનજીભાઇ બાવળીયા, વાજઢીના સુખા પ્રેમજીભાઇ સાધરીયા, અનિલ ભીખાભાઇ કીલાળીયા, મેટોડાના ભૂપત બચુભાઇ ઉદેસા, રાજકોટ શિવપરા-૭ના ધીરૂ વાઘજીભાઇ સોલંકી અને જામનગર વીરભાણીયાના મુકેશ લાલજીભાઇ સાધરીયાને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૨૩૫૦૦ કબ્‍જે લીધા હતાં. જેમાં સુખો, ભૂપત અને ધીરૂ અગાઉ પણ જૂગારના ગુનામાં પકડાયા હતાં.

પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, કોન્‍સ.બલભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા અને બ્રિજરાજસિંહ ગોહિલે કાર્યવાહી કરી હતી.

કુવાડવા પોલીસની કામગીરી

પાંચમા દરોડામાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, રઘુવીરભાઇની બાતમી પરથી બેડી ગામે કિરીટ સુરેશભાઇ સોરઠીયાની વાડીમાં દરોડો પાડી તેને તથા જેન્‍તી શીવાભાઇ પરસાણા, કોૈશિક વલ્લભભાઇ સોરઠીયા, રમેશ નાનજીભાઇ ઠુમ્‍મર, કિશોર ગોવિંદભાઇ સોરઠીયા, કેતન વલ્લભભાઇ સોરઠીયા, દિનેશ ગોવિંદભાઇ સોરઠીયા, નરોતમ રામજીભાઇ સોરઠીયા અને જયદિપ પરેશભાઇ સોરઠીયાને જૂગાર રમતાં પકડી રૂા. ૨૭૪૫૦ અને ગંજીપાના કબ્‍જે કર્યા હતાં.

પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ એન.આર. વાણીયા, હેડકોન્‍સ. એ. બી. લોખીલ, કે. કે. પરમાર, કોન્‍સ દેવેન્‍દ્રસિંહ, રોહિતદાન, રાજેશભાઇ, નિલેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

તમામ દરોડાની કામગીરી પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, પ્રવિણકુમાર મીણા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી જે. એસ. ગેડમ, એસીપી આર. એસ. બારૈયાની સુચના મુજબ થઇ હતી. 

(3:55 pm IST)