Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કોરોના કાળના દિવંગતોના આત્‍મ મોક્ષાર્થે કાલે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ

રાજકોટ તાઃ ૧૧ વિેવેકાનંદ યુથ કલબ દ્વારા કોરોનાના કપરા કાળમાં મૃત્‍યુ પામેલા શહેરના તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેઓના આત્‍માને ચિરઃ શાંતિ મળે તેવા શુભાશયથી ગાયત્રી પરિવાર વૈશાલીનગરના સહયોગથી કાલે તા.૧૨  રવિવારે સવારના ૯થી ૧૨ વાગ્‍યા સુધી ભકિતનગર સર્કલમાં આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાવામાં આવેલ છે.

જેમાં તમામ દિવંગતોના આત્‍માની શાંતિ માટે મહામૃત્‍યુજય મિત્રની વિશેષ આહુતિ આપવામાં આવશે.

આ પ્રસંગે વ્‍યસન મુકિત અભિયાન અંતર્ગત બહેનો તેમજ દર્શનાર્થઓ સૌ કોઇ યજ્ઞમાં આહુતિ આપતી વેળાએ પોતાના  પરિવારના સભ્‍યોને વ્‍યસન મુકત કરવાનો સંકલ્‍પ લેશે.

ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ચક્ષુદાનના સંકલ્‍પ પત્રો ભરવાની વ્‍યવસ્‍થા અને પવિત્ર વિતરણ કરવામાં આવશે.

વાંચના જાગૃતિ અભિયાન અંર્તગત યજ્ઞમાં બેસનારા યજમાનો, ગાયત્રી પરિવારના સૌ ભાઇઓ બહેનો અને યજ્ઞમાં દર્શનાર્થે આવનાર તમામને પુસ્‍તક ભેટ આપવાનો નવતર પ્રયોગ કરવામાં આવશે.

કોરોનાના ભોગ બનનાર રાજકોટ શહેરના આપણા તમામ સ્‍વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવેલ ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનના પુનિત પ્રસંગે સાધુસંતો, ધર્માચાર્યો, સમાજ જીવનના વિવિધ અવસરે દર્શન કરવા, તમામ દિવંગતોને શ્રદ્ધા સુમન આપવા તેમજ ઉર્જાશકિતનો લાભ પ્રાપ્ત કરવા સપરિવાર પધારવા, શહેરીજનોને નિમંત્રણ પાઠવાયુ છે.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્‍થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, પરિમલભાઇ જોશી, જયેન્‍દ્રભાઇ મહેતા, અશ્વીન ચૌહાણ, મહેશભાઇ જીવરાજાની, કિશોર ટાકોદરા, ઉર્મિશ વ્‍યાસ, નયન ગંધા, ગુણેન્‍દ્ર ભાડેશીયા, જીતુભાઇ ગાંધી, નૈષધભાઇ વોરા વગેરે કાર્યરત છે.

(4:55 pm IST)