Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કાલથી ત્રિ-દિવસીય પુષ્‍ટી સત્‍સંગનો પ્રારંભ

સર્વોત્તમ સેવા સંસ્‍થાનનું આયોજનઃ પૂ. ગોપેશકુમારજીનો ૬રમો પ્રાગટય દિન તેમજ અંબિકા ટાઉનશીપમાં નવનિર્મિત મોટી હવેલીના ભૂમિ પૂજનનો અવસરઃ મંગળવારે બાઇક રેલીઃ બુધવારે વ્રજવલ્લભધામમાં મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૧ :.. સર્વોત્તમ સેવા સંસ્‍થાન દ્વારા ત્રિ-દિવસીય પુષ્‍ટી સત્‍સંગનું આયોજન થયું છે.

આ અંગે અકિલા ખાતે વિગતો વર્ણવતા  સર્વોત્તમ સેવા સંસ્‍થાના આગેવાનો જણાવ્‍યું હતું કે, સર્વોત્તમ હવેલીમાં બીરાજમાન પૂજય ગોસ્‍વામી શ્રી પરાગકુમારજી મહોદાયશ્રી દ્વારા ‘ત્રિ-દિવસીય પુષ્‍ટી સત્‍સંગ' નું અનેરૂ આયોજન તથા પિતૃચરણ શ્રી પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી માન ગોપેશકુમારજી મહારાજશ્રીના ૬રમાં મંગલ પ્રાગટય દિવસની મંગલ વધાઇ તેમજ સવિશેષ મંગલ વધાઇ, નવો વિસ્‍તાર એટલે કે અંબિકા ટાઉનશીપમાં નવનિર્માણ ‘શ્રી વ્રજવલ્લભધામ' (મોટી હવેલી)નું મંગલ ભૂમિપૂજન જેવા અનેક કાર્યક્રમોનો આનંદ રાજકોટ શહેરની વૈષ્‍ણવ સૃષ્‍ટિને આનંદ લહેરાવી રહ્યા છે.

કાલે તા. ૧ર થી ૧૪ સુધી પૂજય ગોસ્‍વામી શ્રી પરાગકુમારજી મહોદય શ્રી આચાર્ય પીઠેથી ‘પુષ્‍ટી સત્‍સંગ' નું ત્રિ-દિવસીય આયોજન રાખેલ છે. સમય રાત્રે ૯ થી ૧૧ દરમ્‍યાન રહેશે. સ્‍થળ શ્રી વ્રજવલ્લભધામ (મોટી હવેલી) અંબીકા ટાઉનશીપ રાજકોટ ખાતે રાખેલ છે. તો રાજકોટ શહેરના ભાવિક વૈષ્‍ણવ સૃષ્‍ટિને લાભ લેવા અનુરોધ છે.

તા.૧૪ના મંગળવારે પુજય ગોસ્‍વામી ૧૦૮ શ્રીમાન ગોપેશકુમારજી મહારાજશ્રીના ૬૨માં મંગલ પ્રાગટય દિવસનો અનેરા આનંદમાં પ્રભુને વિશેષ શ્રૃંગાર, મંગલ લિતકના  દર્શન, માર્કન્‍ડ પુજા એવં મંત્રક્ષતા વિગેરે લાભ પ્રાપ્ત થશે. સાંજના ૪.૩૦ કલાકે વાહનરેલી (બાઇક રેલી)નું આયોજન પણ રાખેલ છે. જે સર્વોતમ હવેલી ૬/૮ અંબાજી કડવા પ્‍લોટ, રાજકોટથી પ્રસ્‍થાન કરશે અને નવનિર્માણ થવા જઇ રહેલી હવેલી શ્રી વ્રજવલ્લભધામ (મોટી હવેલી)એ ત્‍યા પુર્ણ થશે ત્‍યાર બાદ સાંજે ૬.૩૦ કલાકે ઉપસ્‍થિત વૈષ્‍ણવોને આપશ્રીના જન્‍મદિવસના ઉપલક્ષમાં વચનામૃતનો લાભ પ્રાપ્ત થશે.

જયારે તા.૧૫ના બુધવારે શહેરના નવો વિસ્‍તાર એટલે કે અંબીકા ટાઉનશીપમાં નવનિર્માણ શ્રી વ્રજવલ્લભધામ (મોટી હવેલી)નું પુજય ગોસ્‍વામી ૧૦૮ શ્રીમાન ગોપેશકુમારજી મહારાજશ્રી તેમજ આપશ્રીના આત્‍મજ એવં સર્વોતમ સેવા સંસ્‍થાન અધ્‍યક્ષ પુજય ગોસ્‍વામી શ્રી પરાગકુમારજી મહોદયશ્રીના કરકમલોથી સવારે ૯ કલાકે શ્રી વ્રજવલ્લભધામ (મોટી હવેલી)નું મંગલ ભુમીપુજન કરવામાં આવશે. જેમાં નવનિર્માણ હવેલીના દરેક મનોરથીઓ સમ્‍મલીત થાશે. સર્વોતમ સેવા સંસ્‍થાનના સર્વ પદાધિકારીઓ હાજર રહેશે.

મંગલ ભુમીપુજન પછી બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા  શ્રી વ્રજવલ્લભધામ (મોટી હવેલી) અંબીકા ટાઉનશીપ રાજકોટ ખાતે રાખેલ છે. વલ્લભીય વૈષ્‍ણવો આ અનેરા ઉત્‍સવમાંજોડાઇને કૃતાર્થ થશે. સમગ્ર કાર્યક્રમમાં સર્વોતમ સેવા સંપર્ક સુત્ર ૯૯૦૯૪ પપ૪પપ, ૯૪ર૭૪ ૧૦૩૬૯, ૯૩૭૬૯ ૪૭૧૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

(4:10 pm IST)