Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજકોટમાં બપોર બાદ 15 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો : વેસ્ટઝોનમાં મેઘરાજાએ હૈયે ટાઢક કરાવી

સેંટ્રલઝોન અને ઇસ્ટ ઝોનમાં પણ અગિયારસ સાચવતા વરસાદી ઝાપટાથી રાજકોટીયનના હૈયા પુલકિત

રાજકોટ : રાજકોટમાં આજે સમીસાંજે પાંચ વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસ્યો હતો, જોતજોતામાં માત્ર 15 મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસી જતા રાજકોટીયનોના હૈયા પુલકિત થયા હતા,

 શહેરના કાલાવડ રોડ, રૈયા રોડ પર મેઘરાજાએ અનરાધાર હેત વરસાવી તરબોળ કર્યા હતા,વેસ્ટ ઝોનના હૈયે ટાઢક કરાવી મેઘરાજાએ સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનમાં પણ પધરામણી કરી હતી, સમીસાંજે પડેલા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા, તો ક્યાંક નદીઓ વહી ગઈ હતી,

દિવસભરના અસહ્ય તાપ અને બફારાથી ત્રસ્ત રાજકોટીયનોના હૈયે વરસાદના આગમનથી હરખ વ્યાપ્યો હતો

 

(6:57 pm IST)