Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

શહેરમાં કોરોનાના નવા ૨૭ કેસઃ ૩૧ દર્દીઓ સાજા થયા

કુલ કેસનો આંક ૬૪,૯૨૮ઍ પહોઁચ્યોઃ હાલ ૩૬૫ દર્દીઓ સારવારમાં

રાજકોટ તા. ૧૦: શહેરમાઁ  ગઇકાલે કોરોનાના ૨૭ કેસ નોઁધાયા જયારે ૩૧ દર્દી સાજા થયા હતા. હાલ ૩૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઇકાલે શહેરમાં સાંજનાં ૬ વાગ્યા સુધીમાં ૨૭ કેસ નોઁધાયા હતા. જેમાં સદર બજાર, હુડકો, નાનમવા, ન્યુ રઘુવીરપરા, મવડી, માધાપર, રેલનગર, ગાંધીગ્રામ સહિતનાં વિસ્તારમાં ૧૩ પુરૂષો અને ૧૪ મહિલાઓ સંક્રમિત થયા છે.

જયારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ઍકપણ કેસ નોઁધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૪,૯૨૮ પોઝિટિવ કેસ નોઁધાઇ ચૂક્યા છે. જ્યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૦૬૨ દર્દીઓઍ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૯૯૨ સેમ્પલ લેવાયા હતા. જેમા ૨૭ કેસ નોઁધાતા પોઝિટિવ રેટ ૨.૭૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૦૭,૨૯૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૪,૯૨૮ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૬૬ ટકાઍ પહોઁચ્યો છે. 

(3:33 pm IST)