Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

શહેરીજનોને રક્ષાબંધન-બળેવની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી

રાજકોટ, તા.૧૦: શહેરીજનોને રક્ષાબંધન બળેવના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવેલ કે રક્ષાબંધન એ ભાઇ-બહેનના પવિત્ર સ્નેહનું અનુરૃ પર્વ છે. શ્રાવણ માસની પુનમે આવતા રક્ષાબંધનના પર્વે બહેન ભાઇને તિલક કરે છે અને મોં મીઠુ કરાવી રાખડી બાંધે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે ભુદેવો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પુજા કરે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ બહેનના હૃદયનો નિર્વ્યાજ અને નિતાંત સ્નેહ નીતરતો હોય છે. ભાઇના હાથ રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહી પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. એમ અંતમાં શહેરીજનોને રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યુ છે.

(3:12 pm IST)