Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં મોટર સાઇકલ પાછળથી પડી જતાં સંજય ભારદીયાનું મોત

રાજકોટ તા. ૧૧: સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં સાંજે બાઇક પાછળથી પડી જતાં ઇજા થતાં યુવાનનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ ચોકડી સાંઢીયા પુલ પાસે રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી-૩માં રહેતો સંજયભાઇ મગનભાઇ ભારદીયા (ઉ.૩૯) સાંજે બાઇક પાછળ બેસીને જતો હતો ત્‍યારે સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં ગોકુલધામના ગેઇટ નજીક બાઇક પાછળથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી. બી. રાણા અને  ઘનશ્‍યામસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:56 am IST)