Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

લોધીકા - કોટડાસાંગાણી પંથકના ગામોને જોડતા માર્ગો ટકાટક બનશે

રૂ.૧૮ કરોડ પ૦ લાખની ગ્રાંટ ફાળવતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

રાજકોટ તા. ૧૧ : વિધાનસભા ૭૧ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર લોધીકાના પાળ ઢોલરા નોન પ્લાન રોડ રૂ.૨૪૦ લાખ, લોધીકા એસ.એચ.ટુ દેવડા એપ્રોચ ગ્રામ રોડ, રૂ.૧૨૦ લાખ, લોધીકા સાંગણવા જુની મેંગણી ગ્રામ રોડ રૂ.૬૦ લાખ, લોધીકાના એસ. એચ. થી હરીપર તરવડા રાવકી ગ્રામ રોડ રૂ.૫૫૦, રાજકોટના લીલી સાજડીયાળીથી હડમતીયા ગોલીડા નોન પ્લાન રોડ રૂ.૨૭૦ લાખ, રાજકોટના હલેન્ડાથી મોટા દડવા નોન પ્લાન રોડ રૂ.૩૫૦ લાખ, કોટડાસાંગાણીના વડીયાથી મોટા માંડવા નોન પ્લાન રોડ રૂ.૨૦૦ લાખ, લોધીકાન એસ. એચ. થી કેવલ સોસાયટીને જોડતો નોન પ્લાન રોડ રૂ.૬૦ લાખ તાલુકામાં કુલ રૂ.૧૮ કરોડ ૫૦ લાખના ખર્ચે રોડ રસ્તાના કામો ધારાસભ્ લાખાભાઇ સાગઠીયાની ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં આવેલ છે.

જે બદલ લોધીકા, રાજકોટ, કોટડા સાંગાણી તાલુકાના આગેવાનો સરપંચશ્રીઓએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ સાંગાણીનો આભાર વ્યકત કરેલ છે.

(12:35 pm IST)