Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અજર, અમર, ઉજજવળ બહેનની રાખડી છે

એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે,

અજર, અમર, ઉજજવળ બહેનની રાખડી છે,

ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેન,

આ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે,

રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરો,

ત્રિદેવ, ત્રિદેવીની કૃપાની સાક્ષાત નાડાછડી છે,

સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્‍વરક્ષાા જન્‍મોજન્‍મનાં સંબંધોની અકબંધ આ કડી છે,

કશું ય ન આપી શકો તો બહેનને આપજો પ્રેમ ભાઈનાં આવકારની જ ભૂખી તેની આંખડી છે,

સગી ના હોય તો માનેલીને સગી જ માનજો,

સતરસો જન્‍મની પુણ્‍ય પ્રસાદી આ વ્‍હાલુંડી છે,

સદાચારી બની બહેનને દયો રક્ષાબંધનની ભેટ કહો, પત્‍ની સિવાયનાં સૌ મા- બહેન- દીકરી છે.

મિતલ ખેતાણી,

મો.૯૮૨૪૨ ૨૧૯૯૯,

કાવ્‍ય સંગ્રહ ‘શબ્‍દ ઘેર આનંદ ભયો'માંથી

(3:49 pm IST)