Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાજપ મહિલા મોરચા દ્વારા વાલ્‍મીકી આગેવાનો અને પોલીસ અધિકારીઓને રાખડી બંધાઇ

રાજકોટ : રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વોર્ડ નં. ૩ માં વાલ્‍મીકી સમાજના આગેવાનો તેમજ શહેર પોલીસ અધિકારી જવાનોના કાંડે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ તકે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, જિલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી, રમાબેન હેરભા,  પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, કલ્‍પનાબેન કિયાડા, સોનલબેન ચોવટીયા, સંગીતાબેન છાયા, મનુબેન રાઠોડ, મનીષાબેન સેરશીયા, પ્રકાશબા ગોહીલ સહીતના મહીલા અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. મહીલા મોરચાના બહેનોએ વાલ્‍મીકી સમાજના આગેવાનો અને પોલીસ અધિકારીઓના કાંડે રાખડી બાંધી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ તકે અનુ. મોરચાના આગેવાનો અજય વાઘેલા, ગીરધર વાઘેલા, કિરીટભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, કપીલભાઇ વાઘેલા, પ્રવિણ સોઢા, જગદીશ ઘાવરી, ભરતભાઇ મેવાડા, અજય પરમાર, નિતીન ઢાકેચા, સંતશ્રી અનિલબાપુ સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:49 pm IST)