Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અખિલ હિન્‍દ મહિલા પરિષદ દ્વારા ‘કોરોના વોરીયર્સ' બહેનોનું સન્‍માન

રાજકોટ : ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'-અંતર્ગત કોરોનાં મહામારી દરમ્‍યાન અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત શહેરી આરોગ્‍ય કેન્‍દ્ર (રા.મ્‍યુ.કો.સમર્પિત) પરિવાર કલ્‍યાણ કેન્‍દ્ર તેમજ વિવિધ પ્રકલ્‍પો દ્વારા ‘કોરોનાં વોરીયર્સ' તરીકે સેવારત અગ્રણી મહિલાઓ તેમજ તમામ આરોગ્‍યકર્મીઓનું પ્રજાપિતા ઈશ્‍વરીય બ્રહમાકુમારીઝ સંસ્‍થા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું, સવિશેષ એટલે બ્રહમાકુમારીઝ પારૂલદીદી, દિવ્‍યાદીદી, વંદનાબેન તેમજ બ્રહમાકુમારીઝ બહેનો દ્વારા ક્રાંતીગીત, રક્ષાસુત્ર અને સન્‍માનપત્ર દ્વારા પ૧ જેટલા કોરોનાં વોરીયર્સનું સન્‍માન કરી ‘રૂગ્‍ણ સેવા દ્વારા રાષ્‍ટ્રસેવા'નો મંત્ર આપી સતત કાર્યરત રહેવાનો કોલ આપેલ. અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલીત પરિવાર કલ્‍યાણ કેન્‍દ્ર અને શહેરી આરોગ્‍ય કેન્‍દ્ર(રા.મ્‍યુ.કો.સમર્પિત)નાં ડો.મૌલીબેન ગણાત્રા, ડો.રાજવીબેન, આર.એમ.સી. જશમીનભાઈ, ડો.વિજયભાઈ, વોર્ડ ઓફિસર મૌલિકભાઈ સહિતની ટીમે રાઉન્‍ડ ધી કલોક રૂગ્‍ણસેવા, ટેસ્‍ટીંગ, ટ્રેસીંંંંંંગ અને ટ્રીટમેન્‍ટનાં ત્રિવિધ સુત્ર સાથે ઉદાહરણરૂપ કામગીરી બજાવી હતી તે સર્વેનું બ્રહમાકુમારીઝ દ્વારા વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવેલ.અખિલ હિંદ મહિલા પરિષદનાં રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ અને રાજકોટનાં પ્રમુખ ડો.ભાવનાબેન જોશીપુરા અને પરિષદની સમગ્ર ટીમ દ્વારા ફ્રન્‍ટલાઈન કોરોનાં વોરીયર્સની વ્‍યવસાયી મહિલા છાત્રાલય ખાતે વ્‍યવસ્‍થા, આર્થિક પછાત વિસ્‍તારોમાં સાત્‍વીક આહાર પહોંચાડવા શિવણકામ કરતી બહેનો દ્વારા માસ્‍ક તૈયાર કરવા સહિત વિવિધ સેવા પ્રકલ્‍પો માટે ‘સતત અને સાતત્‍યસભર સેવા'નાં સંકલ્‍પ સાથે આ પ્રેરણાદાયી કાર્યક્રમ આયોજીત  થયો હતો.

(4:16 pm IST)