Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

હોમિયોપેથી- એકયુપ્રેસર કેમ્‍પ

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ અને શ્રી કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે હોમીઓપેથીક અને એકયુપ્રેસર સારવાર કેમ્‍પનો પ્રારંભ ટ્રસ્‍ટના મંત્રી કે.ડી.કારિઆના હસ્‍તે થયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે ટ્રસ્‍ટી રોહિતભાઈ કારિઆ, ધેર્યભાઈ રાજદેવ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઈ પારેખ, જીતુભાઈ દામાણી, કામનાથ મહાદેવ મંદિરના પ્રિયવદનભાઈ કકકડ, લક્ષ્મીદાસભાઈ ચૌહાણ, ભોલા મહારાજ તથા સેવકો ચંદુભાઈ ગોળવાળા, મનુભાઈ ટાંક, ચિરાગભાઈ ધામેચા વગેરે હાજર રહ્યા હતા. એકયુપ્રેસર કેમ્‍પમાં થેરાપીસ્‍ટ દિનકરભાઈ રાજદેવ, પ્રવીણભાઈ ગેરિયાએ સેવા આપેલ.

(4:19 pm IST)