Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પ્રેરક પગલું: બાટવીયા પરિવારના લાડકવાયા રિયાંશના પ્રથમ જન્‍મ દિવસે ગૌમાતાઓને ૫૬ ભોગ અન્‍નકોટ

રવિવારે રાજકોટ મહાજન પાંજરાપોળમાં ગૌમાતાઓને શણગારઃ કસ્‍તુરબા ત્રંબા ખાતે મુકબધિર બાળકોને ભાવતા ભોજનીયા કરાવાશેઃ પક્ષીઓને ચણ

રાજકોટઃ જીવદયાપ્રેમી જૈન અગ્રણી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં ટ્રસ્‍ટી અને વિતરાગ જવેલર્સના શ્રી મુકેશભાઈ બાટવીયાના પૌત્ર રિયાંશ અંકીતભાઈ બાટવીયાના પુત્રનાં પ્રથમ જન્‍મદિવસની ઉજવણીમાં શાકોત્‍સવ, ધાનોત્‍સવ, કઠોળોત્‍સવ, ફળોત્‍સવ એટલે કે બધા જ પ્રકારનાં શાકભાજી, બધા જ પ્રકારના કઠોળ, બધા જ પ્રકારના ફળ અને બધા જ પ્રકારના ધાનને ગૌમાતાઓને અન્‍નકોટ ધરી અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

ગૌમાતાઓને શણગાર કરી પૂજન કરી ત્‍યારબાદ અન્‍નકોટ અર્પણ તા.૧૪ રવિવારે સવારે ૯ વાગ્‍યાથી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત કસ્‍તુબા આશ્રમ માનવમંદીર ત્રંબા ખાતે મંદબુધ્‍ધિનાં બાળકોને ભોજન તથા અર્હમ ગ્રુપ દ્વારા ઝુંપડપટીમાં જમડવા અને શ્વાનોને દૂધ રોટલી, પક્ષીઓને ચણ, માછલાઓને લોટની ગોળી અર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ ૧૨૫ વર્ષ જુની રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં અબોલ જીવોની સેવામાં રત છે. આ અગાઉ વૃધ્‍ધાશ્રમનાં ૩૦૦ વૃધ્‍ધોને બસની વ્‍યવસ્‍થા કરાવી ચા- નાસ્‍તો, ભોજનની  વ્‍યવસ્‍થા સાથે લાઈવ જુના ગીતોની યાદગાર સફર મ્‍યુઝીકલ પાર્ટીનો કાર્યક્રમ યોજેલ હતો.

આગામી રવિવારે તા.૧૪નાં પાંજરાપોળનાં કાર્યક્રમમાં સર્વેશ્રી સુમનભા કામદાર, શ્રેયાંસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, સુધીરભાઈ બાટવીયા, મુકેશભાઈ  બાટવીયા (મો.૯૮૨૪૪ ૩૯૩૩૯), પંકજભાઈ કોઠારી, બકુલેશભાઈ રૂપાણી, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, દીલીપભાઈ વસા, કાર્તિકભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, અર્હમ ગ્રુપના હિતેનભાઈ મહેતા, તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, મીતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, અંકીતભાઈ બાટવીયા (મો.૯૪૨૯૧ ૬૬૯૯૬), વિવેકભાઈ બાટવીયા, દોલતસિંહભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ મોદી, નિરવભાઈ સંઘવી, હર્ષદભાઈ મહેતા, હિતેશભાઈ દોશી, ભરતભાઈ બોરડીયા, અરૂણભાઈ નિર્મળ, રમેશભાઈ દોમડિયા, હરીશભાઈ હરીયાણી, હરેશભાઈ દોશી, વિરેન્‍દ્રભાઈ સંઘવી, સમીરભાઈ કામદાર, દિનેશભાઈ મોદી, ધવલભાઈ દોશી, પાંજરાપોળનો સ્‍ટાફ ભાવેશભાઈ જલુ દ્વારા આમંત્રણ અપાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)