Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કારખાનામાં મકાન ફલેટ અને જાહેરમાં પોલીસના ચાર દરોડા : તીનપતીનો જુગાર રમતા ર૮ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસે ૯, માલવીયાનગર પોલીસે ૧૪ અને આજીડેમ પોલીસે પ ની ધરપકડ કરી : ૧.પપ લાખની મતા કબ્‍જે

રાજકોટ, તા. ૧૧: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પોલીસે બાતમીના આધારે ચાર સ્‍થળે દરોડા પાડી રૈયાધાર મફતીયાપરામાં મકાનમાંથી નવ, લક્ષ્મીનગરમાં કારખાનામંથી સાત, ઉદયનગરના ફલેટમાંથી સાત અને ન્‍યુગણેશ સોસાયટીમાંથી પાંચને જુગાર રમતા પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં ઇન્‍દીરાનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. યુવરાજસિંહ ઝાલા તથા કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા સહિતે ઇન્‍દીરાનગરમાં આવેલ મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક મહેશ લક્ષ્મણભાઇ વાઘેલા તથા રૈયાધાર મફતીયાપરાના રમેશ દેવાભાઇ રાઠોડ, મહેશ દેવજીભાઇ પરમાર, મનોજ, દેવજીભાઇ પરમાર, પ્રદિણ જગદીશભાઇ ચાવડા, પ્રદ વિનોદભાઇ વાઘેલા, રાજેશ પાંચાભાઇ ચૌહાણ, કૌશલ નીતિનભાઇ મકવાણા અને વિપુલ બચુભાઇ ચાવડાને પકડી લઇ રૂા. ૧૦,૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠલ પીએસઆઇ એ.બી. જાડેજા સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા રામેશ્વર સ્‍ટીલના નામના કારખાનામા કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની કોન્‍સ હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા સ્‍ટાફ સાથે લક્ષ્મીનગર શેરી નં. પ માં આવેલ પરામેશ્વર સ્‍ટીલ નામના કારખાનામાં દરોડો પાડી ઓફીસમાં તીનપતીનો જૂગાર રમતા કારખાનાના માલીક દર્શીત ભરતભાઇ સાંગાણી (રહે. મવડી રોડ અવધ રેસીડેન્‍સી શેરી નં. ૧૧) તથા અમીન માર્ગ ગોવર્ધન સોસાયટી મેઇન રોડ અમૃત એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩ ના હિતેષ રામજીભાઇ પરસાણા, અમીન માર્ગ પર જાનવી પાર્ક શેરી નં. ર ના મૌલીક રાજૂભાઇ પરસાણા, મવડી પ્‍લોટ મેઇન રોડ પર રહેતો નૈષીક મનસુખભાઇ ઘેલાણી, મવડી રોડ અલ્‍કા સોસાયટી શેરી નં. પ ના પ્રતાપ રવજીભાઇ રામોલીયા, નાના મવા રોડ હરીદ્વાર હાઇટસ ફલેટ નં. ૧૦૩ ના મીલન દીનેશભાઇ સુખડીયા, અને જાનકી પાર્ક શેરી નં. ર, જાનકી એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩ ના અમીત કરશનભાઇ પરસાણાને પકડી લઇ રૂા. ૧,૦૩,પ૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

જયારે અન્‍ય દરોડામાં મવડી મેઇન રોડ ઉદયનગર શેરી નં. ૧ માં બાતમીના નિલકંઠ એવન્‍યુ એપાર્ટમેન્‍ટમાં ફલેટ નં. ૩૦૧ માં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા ફલેટ માલીક સુરેશ ભીખુભાઇ ભરડવા, મનુગીરી બળવંતગીરી ગૌસ્‍વામી તથા ભારતનગર ટાઉનશીપ ફલેટ નં. ડી-૪૦૧ ના પ્રવિણ પરસોતમભાઇ પ્રજાપતી, નાના મવા રોડ, નહેરૂનગર શેરી નં. ૪૪ ના વિનુ ઠાકરશીભાઇ ગોદાવરીયા, ગીરનાર મજૂર કોલોની શેરી નં. પ ના રમેશ કરશનભાઇ ચાવડા, નહેરૂનગર શેરી નં. ૪ ના હસમુખ ભીખુભાઇ ભરડવા અને શેરી નં. ૩ ના અશ્વિન પરસોતમભાઇ ગાધેરાને પકડી લઇ  રૂા. ૩૩,૪૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડ કોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, અજયભાઇ વીકમા તથા હિરેનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

જયારે અન્‍ય દરોડામાં આજી ડેમ પોલીસ મથકના જે. કે. ગઢવી કોન્‍સ. જગદીશાભઇ પરમાર સહિતે બાતમીના આધારે કોઠારીયા રોડ ન્‍યુ ગણેશ સોસાયટી શેરી નં. ૧ માં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા રામરણુજાનગર સોસાયટીના વિશાલ ભગવાનજીભાઇ ડાંગર, સનાતન પાર્કના વિશાલ ચંદુભાઇ કારેલીયા, ન્‍યુ ગણેશ સોસાયટીના અજય ભગવાનજીભાઇ ડાંગર અને જયદીપસિંહ વેલુભા ઝાલાને પકડી લઇ રૂા. ૭૮૧૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(4:25 pm IST)