Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોબાઇલ ઉઠાવગીરને દુકાનદારે પકડી લીધો, પણ હાથ છોડાવીને ભાગી ગયો !

પંચનાથ પ્‍લોટમાં આશાપુરા મોબાઇલમાં બનાવ : ગઠીયો બ્‍લુટૂથ ખરીદવાના બહાને આવ્‍યો'તો : રિેપેરીંગમાં આવેલો ફોન લઇ ગયો

રાજકોટ, તા. ૧૧ :  પંચનાથ મેઇન રોડ પર આવેલી આશાપુરા મોબાઇલ એસેસરીયઝ નામની દુકાનમાં બ્‍લુટુથ ખરીદવાના બહાને ગઠીયાએ મોબાઇલ ઉઠાવતા દુકાનદારે તેને પકડતા તે હાથ છોડાવી મોબાઇલ લઇ ભાગી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ રાધીકા સોસાયટીમાં રહેતા ચેતન સતરામભાઇ મેવાડા (ઉ.વ.ર૪) એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે પોતે પંચનાથ મેઇન રોડ પર આશાપુરા મોબાઇલ એસેસરીઝ નામની દુકાને જીજ્ઞેશ ચૌહાણ તથા રાયમલ ત્રણેય દુકાનમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરતા હતા. ત્‍યારે આશરે રપ થી ર૭ વર્ષનો એક શખ્‍સ  દુકાનમાં આવી પોતાના કારીગર રાયમલ પાસે બ્‍લુટુથ ખરીદવુ છે તેમ વાત કરતા કારીગરે અલગ અલગ કંપનીના બ્‍લુટુથ બતાવતો હતો ત્‍યારે તેણે એક બ્‍લુ ટ્રુથ પોતાના ગળામાં પહેરી લીધેલ ત્‍યારબાદ પોતે કાઉન્‍ટર ઉપર મોબાઇલ રીપેરીંગ કરતો હતો. પોતાની પાસે આવી મારે મોબાઇલ રીપેરીંગ કરવો છે તેમ કહી પોતાના પેન્‍ટના ખીસ્‍સામાંથી એક મોબાઇલ કાઢી આ મારા મોબાઇલમાં નેટવર્ક આવતુ નથી તે જોઇ આપો તેમ કહી પોતાની નજર ચુકવી ગ્રાહકનો રીપેરીંગમાં આવેલ એક મોબાઇલ ફોન પોતાના ખીસ્‍સામાં મુકી દીધેલ ત્‍યારે કાઉન્‍ટર પર રીપેરીંગ માટે રાખેલો મોબાઇલ જોવામાં ન આવતા પોતે આ શખ્‍સને કહેલ કે તે જે અમારા કાઉન્‍ટર ઉપર રાખેલ મોબાઇલ લઇ લીધો છે તેમને પરત આપી દે તેમ કહેતા આ શખ્‍સ અચાનક દોટ મુકી દુકાનની બહાર ભાગવા જતા પોતે આ શખ્‍સનું બાવળુ પકડતા આ શખ્‍સ હાથ છોડાવી ભાગી ગયો હતો. બાદ પોતે પ્રનગર પોલીસ મથકમાં અજાણ્‍યા શખ્‍સ સામે ફરીયાદ નોંધાવતા  હેડ કોન્‍સ. એસ. જે.ડામોરે તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)